Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું છેઃ નેહા

ટીવી પરદાની જાણીતી અભિનેત્રી નેહા પેન્ડસેએ ટીવી પરદે આવ્યા પહેલા મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું. મે આઇ કમઇન મેડમ નામના શોએ તેને ખુબ નામના અપાવી હતી. હાલમાં તે ભાભીજી ઘર પર હૈ નામનો શો કરીને ઘર ઘરમાં જાણીતી બની છે. નેહાએ કહ્યું હતું કે એક ઉત્તમ જીવન માટે કામ, કુટુંબ અને બાળકો ખુબ જરૂરી છે. પણ હું અંગતપણે એવું વિચારી રહી છું કે શું મારે બાળક જોઇએ છે? હું લાબાં સમયથી કામ કરી રહી છું. મેં હજુ મારુ અંગત જીવન માણ્યું નથી. હું સ્વતંત્ર સ્ત્રી છું. આ કારણે હાલમાં કોઇપણ પ્રકારની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. મને લાગે છે કે મારે બીજા માટે પણ જીવન જીવવું જોઇએ. નેહા હાલમાં સાડત્રીસ વર્ષની છે. તે કહે છે હવે મારે કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું છે. કારણ કે ઘણીવાર માણસ સિધ્ધી મેળવવાની દોટમાં અંગત બાબતો ગુમાવી બેસે છે. અભિનયની સાથે સાથે જીવન પણ મારા માટે મહત્વનું છે.

(10:08 am IST)