Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કોમેડી અને બોલ્‍ડ સીન્‍સથી ભરપૂર ‘લૂપલપેટા'નું ટ્રેલર રિલીઝ

તાપસી પન્નુ અને તાહિર રાજ ભસીન સ્‍ટારર ફિલ્‍મ ‘લૂપલપેટા'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્‍યું છે

મુંબઇ, તા.૧૩: તાપસી પન્નુ અને તાહિર રાજ ભસીન સ્‍ટારર ફિલ્‍મ ‘લૂપલપેટા'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્‍યું છે. ટ્રેલર જોયા બાદ દર્શકોમાં ફિલ્‍મને લઇને ઉત્‍સુકતા વધી છે. ટ્રેલરમાં ઈન્‍ટીમેટ સીન સાથે એક્‍શન અને ઈમોશનલ ડ્રામા પણ જોવા મળી રહ્યો છે.
૨ મિનિટ ૨૫ સેકન્‍ડનું ટ્રેલર તાપસી પન્નુના અવાજથી શરૂ થાય છે, જેમાં તે કહે છે અમને દુનિયાથી માર ખાવાની આદત પડી ગઈ હતી. એટલા માટે અમે એકબીજાને અમારા પેઇન કિલર બનાવી દીધા છે. તાપસી આ બધી વાતો તાહિરને કહે છે. વીડિયોમાં બંને લિપ લોક અને બેડ સીન કરતા જોવા મળે છે. આ બંનેના અન્‍ય તમામ પાત્રોની ઝલક પણ બતાવવામાં આવી છે.
ઇન્‍સ્‍ટાગ્રામ પર ટ્રેલર રિલીઝ કરતાં નેટફિ્‌લક્‍સે કેપ્‍શનમાં લખ્‍યું કે, ૫૦ લાખ, ૫૦ મિનિટ. શું તમે સમય સાથે રેસ જીતી શકશો? અથવા તમે બધું ગુમાવશો? #LoopalPeta, એક સોની પિક્‍ચર્સ ફિલ્‍મ્‍સ ઇન્‍ડિયા ફીચર અને એલિપ્‍સિસ એન્‍ટરટેનમેન્‍ટ પ્રોડક્‍શન, સ્‍ટારિંગ તાપસી પન્નુ અને તાહિર રાજ ભસીન.  #AkashBhatia દ્વારા દિગ્‍દર્શિત, ૪ ફેબ્રુઆરીએ આવી રહી છે, ફક્‍ત નેટફિ્‌લક્‍સ પર.

 

(4:25 pm IST)