Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ઇન્‍ટરનેટ પર હલચલ મચાવે છે મૌની રોય

ટીવી પરદેથી ફિલ્‍મી પરદે પહોંચેલી મોૈની રોય ઓટીટી પર પણ કામ કરી ચુકી છે. તે સોશિયલ મિડીયા પર આગ લગાડવા માટે પણ જાણીતી છે. અવાર-નવાર તે હોટ અને બોલ્‍ડ તસ્‍વીરોથી ઇન્‍ટરનેટની દુનિયામાં હલચલ મચાવતી રહે છે. તાજેતરમાં તેણે કેટલાક બોલ્‍ડ અને બ્‍યુટીફુલ ફોટો શેર કર્યા હતાં. જેને ચાહકોએ ખુબ પસંદ કર્યા છે. કેટલીક તસ્‍વીરમાં મૌની લાલ લહેંગા ચોલીમાં જોવા મળી રહી છે. મૌની ફિશ કટ લહેંગા અને સ્‍લીવલેસ ચોલીમાં ખૂબ જ ગ્‍લેમરસ લાગી રહી છે.માત્ર લાલ ઘાઘરા ચોલી જ નહીં, પરંતુ મૌનીએ કેટલાક કયૂટ ડ્રેસમાં ફોટા પણ પોસ્‍ટ કર્યા છે. આ તસવીરોમાં તેનો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે. મૌની રોય પોતાની બોલ્‍ડ અને ગ્‍લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર મોટાભાગે લાઈમલાઈટમાં રહે છે. છેલ્લે રણબીર કપૂર, આલિયા ભટ્ટ સાથે બ્રહ્માષામાં નેગેટીવ રોલમાં જોવા મળેલી મોની આગામી ફિલ્‍મ ધ વોર્નિંગ ટ્રીને કારણે ચર્ચામાં છે. 

(10:20 am IST)