Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

અનુભવ મહત્‍વનો હતો : રાધિકા આપ્‍ટે

દોઢ દાયકા કરતાં પણ વધુ સમયથી બોલીવૂડમાં કામ કરી રહેલી રાધિકા આપ્‍ટે પોતાના અભિનયને કારણે જાણીતી છે. ૨૦૦૫માં તેણે વાહ લાઇફ હો તો ઐસી ફિલ્‍મથી અભિનય શરૂ કર્યો હતો. એ પછી તેણે બંગાલી, મરાઠી, તેલુગુ, તમિલ સહિતની ભાષાની ફિલ્‍મો પણ કરી છે. હોલીવૂડમાં પણ તે કામ કરી ચુકી છે. શોર ઇન સિટી, બદલાપુર, પાર્ચ્‍ડ, ફોબીયા, કાબીલ, પેડમેન, લસ્‍ટ સ્‍ટોરીઝ, અંધાધૂન સહિતની ફિલ્‍મોએ તેને નામના અપાવી છે. તાજેતરમાં તે વિક્રમ વેધામાં રિતીક રોશન અને સૈફ અલી ખાન સાથે જોવા મળી હતી. રાધિકાએ કહ્યું હતું કે મારે વિક્રમ વેધામાં મોટો રોલ જોઈતો હતો. પરંતુ નિર્દેશક પુષ્‍કર અને ગાયત્રી સાથે કામ કરવાની ઇચ્‍છા હોવાથી મેં ફિલ્‍મ સ્‍વીકારી હતી. ફિલ્‍મમાં પ્રિયાના રોલમાં રાધિકા જોવા મળી હતી. આખો અનુભવ મારા માટે મહત્ત્વનો હતો. મેં કેટલીયે ફિલ્‍મો રિજેક્‍ટ કરી હતી, જેમાં મારો રોલ અગત્‍યનો હતો પરંતુ મને એની સ્‍ક્રિપ્‍ટ નહોતી પસંદ પડી.

(10:20 am IST)