Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ફરી વિલનગીરી કરશે સંજુબાબા

સાઉથ અને બોલિવૂડની ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીના જોડાણનો સૌથી વધુ લાભ સંજય દત્તને થઈ રહ્યો છે. સંજય દત્તે બોલીવૂડમાં મોટે ભાગે હીરોના રોલ કર્યા છે. નેગેટીવ પાત્રોમાં પણ તેને ચાહકોએ વધાવ્‍યો છે. છેલ્લે તે કેજીએફ ૨માં ખૂંખાર વિલન અધીરાના રોલમાં જોવા મળ્‍યો હતો. હવે ફરી એક વખત સાઉથની ફિલ્‍મમાં તે વિલનગીરી કરશે. સાઉથના સુપર સ્‍ટાર વિજય થલપતિની ફિલ્‍મ માટે પણ સંજુ બાબાને વિલનનો રોલ ઓફર થયો છે. અધીરાની જેમ આ ફિલ્‍મમાં પણ સંજય દત્ત દાઢી વધારીને નેગેટિવ રોલ ભજવશે.  સાઉથના ફિલ્‍મમેકર લોકેશ કાંગારાજ વિજય થલપતિની ૬૭મી ફિલ્‍મ બનાવી રહ્યા છે. આ ફિલ્‍મનું નામ હજુ નક્કી થયું નથી, પરંતુ લીડ એક્‍ટર્સ ફાઈનલ થઈ ગયા છે. વિજય અને સંજય દત્તની સાથે તેઓ ગેંગસ્‍ટર્સ આધારિત થ્રિલર બનાવી રહ્યા છે. ફિલ્‍મમાં વિજયનું કેરેક્‍ટર રજનીકાંતની ફિલ્‍મ બાશા જેવું

હોવાનું કહેવાય છે. પાવરફૂલ વિલન માટે સંજય દત્તની પસંદગી થઇ છે.  સંજય દત્તે રૂપિયા ૧૦ કરોડમાં આ ફિલ્‍મ સ્‍વીકારી છે.

(10:56 am IST)