Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

સની લિઓનીની સાઉથમાં એન્‍ટ્રી

સની લીઓનીને બોલિવૂડે રાતોરાત સ્‍ટાર બનાવી દીધી હતી અને સનીએ પણ પોતાની સુંદરતા સાથે ડાન્‍સથી ઓડિયન્‍સના મન મોહી લીધા હતા. બોલિવૂડમાં પગ જમાવ્‍યા બાદ સનીને સાઉથમાંથી પણ ઓફર મળી રહી છે. સનીએ સાઉથમાં હોરર કોમેડી ફિલ્‍મથી શરૂઆત કરી છે. આ ફિલ્‍મનું નામ ઓહ માય ઘોસ્‍ટ છે. ફિલ્‍મનું ટીઝર રિલીઝ થયું છે. જેમાં સની ઘરેણા અને હથીયારોથી સજ્જ છે. ઓહ માય ઘોસ્‍ટમાં સનીની સાથે યોગી બાબુ, સતીશ, ધરશા ગુપ્‍તા, મોત્તઈ રાજેન્‍દ્રન, રમેશ થિલક, અર્જુનન અને થંદા દુરઈ પણ છે. ફિલ્‍મમાં સનીના ગ્‍લેમરની સાથે જ્‍વેલરીની ચમક અને હથિયારોની રણકાર સાંભળવા મળે છે. ચંદ્રમુખીની જેમ મોડર્ન સોસાયટીની સાથે માઈથોલોજીનો તેમાં સમાવેશ થયો હોવાનો અંદાજ છે. સનીએ અગાઉ હોરર ફિલ્‍મ રાગિની એમએમએસ ૨માં કામ કર્યું હતું. સનીએ ટીઝર શેર કરતાં કેપ્‍શનમાં લખ્‍યું હતું કે શું તમે અત્‍યાર સુધીની સૌથી વધુ બોલ્‍ડ ભૂતને વશ થવા તૈયાર છો?

(10:56 am IST)