Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

બાહુબલીની રાજમાતા શિવગામીનું પાત્ર ભજવનાર અભિનેત્રી રામ્‍યા કૃષ્‍ણનનો આજે જન્‍મદિન

રામ્‍યા કૃષ્‍ણને 13 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી અને ફિલ્‍મ નિર્માતા કૃષ્‍ણા વામસી સાથે લગ્ન કર્યા

મુંબઇઃ બાહુબલી ફિલ્‍મમાં રાજમાતા શિવગામી દેવીની ભુમિકા ભજવનાર તેલુગુ અભિનેત્રી રામ્‍યા કૃષ્‍ણનનો આજે જન્‍મદિવસ છે. રામ્‍યા કૃષ્‍ણને ભારતીય ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં કન્‍નડ, હિન્‍દી, તામિલ, તેલુગુ અને મલયાલમ ભાષાની 210થી વધુ ફિલ્‍મોમાં કામ કર્યુ છે.

બાહુબલીની રાજમાતા શિવગામી દેવીના અભિનયથી જાણીતી રામ્યા કૃષ્ણનનો આજે જન્મ દિવસ છે. તેવામાં ચાલો જાણીએ કેટલીક રસપ્રદ વાતો રામ્યા કૃષ્ણન વિશે. રામ્યા કૃષ્ણનનું આખુ નામ છે રામ્યા કૃષ્ણન કૃષ્ણા વામસી, રામ્યાનો જન્મ 15 સપ્ટેમ્બર 1970માં ચેન્નઈમાં થયો હતો.  

બાહુબલીમાં શિવાગામી દેવીના અભિનયથી રામ્યા દેશભરમાં ખુબ જ જાણીતી થઈ ગઈ.

12 જૂન 2003ના રોજ તેલુગુ ફિલ્મ નિર્માતા અને ડાયરેક્ટર, સંગીતકાર કૃષ્ણા વામસી સાથે લગ્ન થયા

રામ્યાએ માત્ર 13 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી.

રામ્યાએ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કન્નડ, હિંદી, તામિલ, તેલુગુ, મલયાલમમાં 210થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

(5:38 pm IST)