Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

બીજી સિઝન વેબ સિરીઝમાં બને તેવી અર્જુનની ઇચ્છા

અભિનેતા અર્જુન બિજલાનીએ અનેક ટીવી શોમાં અલગ-અલગ પાત્રો ભજવ્યા છે. પરંતુ કોલેજ ડ્રામા એવી 'મિલે જબ હમ તુમ'માં તેનો રોલ આજે પણ બધાને યાદ છે. મયંક નામના કોલેજ સ્ટુડન્ટનું તેનું પાત્ર ઓછુ બોલતું હતું. હાલમાં જ અર્જુને  આ શોની પોતાની સહકલાકાર રતિ પાંડેનાો જન્મદિવસ હોઇ તેણીને શુભેચ્છા મોકલી હતી. રતિએ મિલે જબ હમ તુમ શોમાં નુપુર નામનું પાત્ર ભજવ્યું હતું. અર્જુન અને નુપુરની જોડી બધાને ગમી હતી. અર્જુનને ચાહકો સતત એવું કહેતા રહે છે કે તે તેને ફરીથી રતિ સાથે જોવા ઇચ્છે છે. જો કે અર્જુન પોતે પણ મિલે જબ હમ તુમની બીજી સિઝન બને તેવું ઇચ્છી રહ્યો છે. પરંતુ તે કહે છે કે હવે બીજી સિઝન વેબ સિરીઝના રૂપમાં બનાવવી જોઇએ. હાલના સમયમાં આ વિચાર ખુબ સારો છે. તે કહે છે એ દેખાડવું રોચક બની રહેશે કે પંદર વર્ષ પછી શોના મુખ્ય ચાર પાત્રો હાલમાં શું કરી રહ્યા છે. તેમની વચ્ચે પ્રેમ થયો પછી જિંદગી તેને કયાં લઇ ગઇ? આ બધુ  બીજી સિઝનમાં ઘણું આકર્ષક બની રહેશ.  વેબ સિરીઝમાં થોડા એપિસોડમાં કહાની દર્શાવી શકાય છે.

 

(10:11 am IST)