Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ડાન્સરથી અભિનેતા બનેલ રાઘવ જુઆલ નું નિવેદન "ડાન્સરની છબીથી દૂર જવાનો મારો પ્રયાસ નથી"

મુંબઈ: અભિનેતા-ડાન્સર અને ટીવી હોસ્ટ રાઘવ જુઆલનું કહેવું છે કે તે ડાન્સરના તરીકેની તેમની છબીથી દૂર રહેતો નથી. રાઘવે આ વાત એટલા માટે કહ્યું કારણ કે તે વેબ સીરીઝ 'અભય 2' માં મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે. વર્ષ 2003 માં ડાન્સ આધારિત શો ડાન્સ ઈન્ડિયા ડાન્સ 3 માં પોતાના અભિનય માટે પ્રખ્યાત થયેલા રાઘવ ઘણી એવી ફિલ્મોમાં પણ દેખાઈ ચૂક્યા છે જે 'એબીસીડી 2' અને 'સ્ટ્રીટ ડાન્સર 3 ડી' જેવી કોન્સેપ્ટ ડાન્સ રહી ચુકી છે. ડાન્સથી માંડીને હવે અભિનય સુધી, શું રાઘવ પોતાની છબી બદલવાની કોશિશ કરી રહ્યો છે? આ માટે તેમણે કહ્યું, "આવું નથી. હું એક કલાકાર છું. કિશોર કુમાર ગાતો અને અભિનય પણ કરતો હતો. ડાન્સમાં તમે તમારા શરીરનો વધુ ઉપયોગ કરો છો અને ચહેરાના હાવભાવથી ભાવનાઓ વ્યક્ત કરો છો. અભિનય હું ભાવનાઓ સાથે રમું છું, તે ડાન્સ સાથે સમાન છે. આ બંને એકબીજા સાથે ખૂબ સમાન છે કારણ કે બંને બાબતોમાં તમારે લાગણીઓ સાથે રમવાનું છે. "

(5:17 pm IST)