Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ માતા બનતા બેબીનો ફોટો ઇન્‍સ્‍ટાગ્રામમાં પર પ્રથમ વખત શેર કર્યોઃ ફેન્‍સે ખુશી વ્‍યક્‍ત કરતા અલગ-અલગ કોમેન્‍ટ કરી

પુત્રીના જન્‍મનથી કપુર પરિવારમાં ખુશીની લહેરઃ ફેન્‍સ આલિયા અને રણબીરની દીકરીની પ્રથમ ઝલક જોવા આતુર બન્‍યા

મુંબઇઃ આલિયા ભટ્ટ અને રણબીર કપુરના ઘરે દીકરીનો જન્‍મ થતા કપુર પરિવારમાં ખુશીની લહેર જોવા મળી છે. આલિયા ભટ્ટ પ્રથમ વખત ક્‍યુટ બેબીની તસ્‍વીર સોશ્‍યલ મીડિયા પર શેર કરી છે. બેબીની તસ્‍વીર જોઇ ફેન્‍સે અલગ-અલગ ખુશીની કોમેન્‍ટ કરી રહ્યા છે.

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 6 નવેમ્બરના રોજ એક સુંદર બાળકીના માતા-પિતા બન્યા છે. બાળકીના જન્મ બાદ કપૂર પરિવારમાં ખુશીની લહેર દોડી ગઇ છે. હવે ફેન્સ આલિયા અને રણબીરની પુત્રી પ્રથમ ઝલક જોવા માટે આતુર બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાની ખુશી વ્યક્ત કરવા માટે સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે. તો બીજી તરફ માતા બન્યા બાદ આજે મંગળવારે પહેલીવાર આલિયા ભટ્ટે પોતાના ઇંસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેને તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આલિયાએ શેર કર્યો ફોટો

જોકે આલિયા ભટ્ટે પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જે એક બ્લર ફોટો છે. ફોટામાં તમે જોઇ શકો છો કે આલિયાના હાથમાં એક કોફી મગ છે અને તે કેમેરાની સામે તેને ફોકસ કરી રહી છે. ફોટામાં આલિયા ધૂંધળી દેખાઇ રહી છે. જોકે એ સ્પષ્ટ જોઇ શકાય છે કે અભિનેત્રીના ઓરેંજ કલરના કપ પર વ્હાઇટ કલરથી 'mama' લખેલું છે. તો બીજી તરફ ધૂંધળા ફોટામાં આલિયા ભટ્ટ બ્રાઉન કલરની લૂઝ ટી શર્ટ પહેરેલી જોવા મળી રહી છે.

માતા બન્યા બાદ શેર કરી પ્રથમ તસવીર

તમને જણાવી દઇએ કે આલિયા ભટ્ટે માતા બન્યા બાદ ઇંસ્ટાગ્રામ પર આ પહેલી તસવીર શેર કરી છે જેને પોસ્ટ કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું 'it me'.હવે સોશિયલ મીડિયા પર આલિયાની આ તસવીર ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. તમને જણાવી દઇએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ વર્ષે એપ્રિલમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્યારબાદ 27 જૂને અભિનેત્રીએ પોતે માતા બનવાના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. હવે બંનેના ઘરે એક લિટલ પ્રિંસેસ આવી ગઇ છે જેને લઇને આખો પરિવાર એકદમ ખુશ છે.

આ ફિલ્મોમાં જોવા મળશે

તમને જણાવી દઇએ કે આલિયા ભટ્ટની આગામી ફિલ્મોની વાત કરીએ તો હવે અભિનેત્રી કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માં રણબીર સિંહ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં જયા બચ્ચન, ધમેન્દ્ર, પ્રીતિ જિંટા અને શબાના આઝમી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત આલિયાની પહેલી હોલીવુડ મૂવી 'હાર્ટ ઓફ સ્ટોન' પણ આગામી વર્ષે રિલીઝ માટે તૈયાર છે.

(5:45 pm IST)