Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

‘જવાન'ની એક્‍શન સીકવન્‍સ માટે બસો મહિલાઓ સાથે શૂટ કરશે શાહરૂખ ખાન

મુંબઇ,તા. ૧૬ : શાહરુખ ખાન તેની આગામી ફિલ્‍મ ‘જવાન'ની એક્‍શન સીક્‍વન્‍સનું શૂટિંગ લગભગ બસો મહિલાઓ સાથે મળીને ચેન્નઈમાં કરવાનો છે. આ ફિલ્‍મને શાહરુખના રેડ ચિલીઝ એન્‍ટરટેઇનમેન્‍ટે પ્રોડ્‍યુસ અને એટલી કુમારે ડિરેક્‍ટ કરી છે. આ ફિલ્‍મ આવતા વર્ષે બીજી જૂને હિન્‍દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે.

ફિલ્‍મનું પોસ્‍ટર અને ટીઝર ઘણા સમય અગાઉ રિલીઝ કરવામાં આવ્‍યું છે. મુંબઈથી અંદાજે બસોથી અઢીસો મહિલાઓ ચેન્નઈ જવાની છે. સાત દિવસ સુધી આ જબરદસ્‍ત એક્‍શન સીક્‍વન્‍સનું શૂટિંગ ચાલવાનું છે. શાહરુખનો અગત્‍યનો ભાગ અન્‍ય ત્રણ અઠવાડિયાં સુધી શૂટ કરવામાં આવશે. 

(10:11 am IST)