Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

એક પછી એક સુપરહિટ ફિલ્‍મો આપીને આલિયા ભટ્ટ બોલિવુડમાં છવાઇ ગઇ

હજુ સુધી આ અભિનેત્રીને ટક્કર મારે તેવુ કોઇ જોવા મળતુ નથી

મુંબઇઃ બોલિવુડની અભિનેત્રીઓમાં આલિયા ભટ્ટનો અભિનય શાનદાર છે. 2022માં બોક્‍સ ઓફિસ પર ફિલ્‍મ દુનિયામાં રાજ કરનારી એકમાત્ર અભિનેત્રી આલિયા ભટ્ટ છે. બ્રહ્માષા બાદ દર્શકો હવે ‘વિક્રમ વેઘા'ના રાહમાં છે. બોલિવુડ ફિલ્‍મ અને ઓટીટી પ્‍લેટફોર્મ પર આ અભિનેત્રીની બોલબાલા છે. દર્શકોને આલિયાનો અભિનય ખુબ પસંદ પડયો છે.

બોલીવુડમાં આમ તો અનેક અભિનેત્રી છે. પરંતુ જો કોઈ અભિનેત્રીની જર્ની જોઈને તમને પ્રાઉડ ફીલિંગ થાય છે તો તે છે આલિયા ભટ્ટ. સ્ટુડન્ટ ઓફ ધ યરથી લઈને બ્રહ્માસ્ત્ર સુધી. આલિયાની ફિલ્મી જર્ની શાનદાર રહી છે. 2022માં જ્યાં બીજા સ્ટાર્સ હિટ ફિલ્મો માટે તરસી રહ્યા છે. ત્યારે આલિયા ભટ્ટ બેક ટુ બેક સુપરહિટ ફિલ્મોની લાઈન લગાવી રહી છે. બોક્સ ઓફિસ પર આલિયા ભટ્ટ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહી છે. અભિનેત્રીની ટક્કરમાં દૂર-દૂર સુધી કોઈ નથી.

આલિયાએ લગાવી હેટ્રિક:
2022માં આલિયાએ હિટ ફિલ્મોની હેટ્રિક લગાવી દીધી છે. ગંગુબાઈ કાઠિયાવાડી, RRR અને હવે બ્રહ્માસ્ત્ર. આલિયાની ત્રણ ફિલ્મો બેક ટુ બેક બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે. 2022માં બોક્સ ઓફિસ પર રાજ કરનારી આલિયા એકમાત્ર અભિનેત્રી છે.

1. ગંગુબાઈ કાઠિયાવાડી:
25 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ થયેલી ગંગુબાઈ કાઠિયાવાડીએ બોક્સ ઓફિસ પર ધુઆંધાર કમાણી કરી છે. ફિલ્મનું ઈન્ડિયન નેટ કલેક્શન 132 કરોડ રૂપિયા હતું. જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શન 211.5 કરોડ રૂપિયા હતુ. ફિલ્મમાં આલિયાએ જબરદસ્ત કામ કર્યુ હતું. આ ફિલ્મથી આલિયાએ લોકોના દિલમાં જગ્યા મેળવી લીધી છે.

2. RRR:
આલિયા ભટ્ટ ગંગુબાઈ કાઠિયાવાડીની સક્સેસને એન્જોય કરી રહી હતી. ત્યારે તેની ફિલ્મ RRR 25 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ. ફિલ્મે 20 કરોડની કમાણીની સાથે ધમાકેદાર ઓપનિંગ કર્યુ હતું. RRRનું લાઈફટાઈમ કલેક્શન 274.31 કરોડ રૂપિયા રહ્યું. આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા.

3. બ્રહ્માસ્ત્ર:
2 મોટી બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા પછી આલિયા ભટ્ટે બ્રહ્માસ્ત્રની રિલીઝની સાથે ફરીથી બોક્સ ઓફિસ પર તહલકો મચાવી દીધો. 9 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી બ્રહ્માસ્ત્રે માત્ર 5 દિવસમાં 150 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ તોફાની સ્પીડે આગળ વધી રહી છે. ફિલ્મને ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

OTT પર આલિયાનું રાજ:
આ સિવાય ફિલ્મ ડાર્લિગ્સથી આલિયાએ એક પ્રોડ્યુસર તરીકે નવી શરૂઆત કરી લીધી છે. ડાર્લિંગ્સ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. ડાર્લિંગ્સમાં આલિયા ભટ્ટની એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરીને દર્શકોએ ખૂબ પસંદ કરી. આલિયાની આ ફિલ્મ ઓટીટી પર સૌથી વધારે જોવામાં આવનારી ટોપ ફિલ્મોમાંથી એક છે. 2022ના ગ્રાફ પર નજર કરીએ તો આ વર્ષે બોક્સ ઓફિસ પર આલિયા ભટ્ટનું જ રાજ રહ્યું છે. આલિયા ભટ્ટ જે રીતે બોલીવુડ ફિલ્મ અને ઓટીટી પ્લેટફોર્મ પર સફળતા હાંસલ કરી રહી છે તેણે આલિયાને સુપરસ્ટાર બનાવી દીધી છે.

કઈ ફિલ્મોમાં જોવા મળશે આલિયા:
હવે જે ફિલ્મનો ફેન્સને ઈંતઝાર છે તે વિક્રમ વેધા છે. અને તે એક હીરો બેસ્ડ ફિલ્મ છે. આ સિવાય ઓક્ટોબર 2022માં અક્ષય કુમારની રામસેતુ આવી રહી છે. તે પણ અક્ષય કુમાર પર જ બેસ્ડ છે. એટલે આલિયાની ટક્કરમાં દૂર-દૂર સુધી કોઈ અભિને્ત્રી નથી. 2022ની ક્વીન તો આલિયા ભટ્ટ જ છે. તમે આ વાતથી કેટલા સહમત છો?

(5:13 pm IST)