Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

તારક મહેતા કા....ના દયાભાભી જરૂરથી પરત ફરશે, એ નહીં આવે તો અન્‍ય ચહેરો શોધીશુઃ અસિતકુમાર મોદી

એક ચમત્‍કાર થાય અને દિશા વાકાણી કહે કે ‘હું પાછી આવુ છુ' તેવી આશા વ્‍યક્‍ત કરતા નિર્માતા

મુંબઇઃ કોમેડી ટીવી સિરીયલ તારક મહેતા કા...માં દયાભાભીના કેરેક્‍ટરમાં હજુ નવા ચહેરાને સિલેક્‍ટ કર્યો નથી. અસિતકુમાર મોદીનું માનવુ છે કે દિશા વાકાણી જરૂર આ શોમાં પરત ફરી કેરેક્‍ટર નિભાવશે. હું તેમની આતુરતાથી રાહ જોઇ રહ્યો છુ. ફેન્‍સની નજરથી દયાભાભી ખસતા નથી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તારક મહેતાનો અભાવ તો પૂરો કરી દીધો છે. જોકે, ફેન્સને નવા તારક એટલે કે સચિન શ્રોફને અપનાવવામાં થોડો સમય તો લાગશે. પરંતુ આ વચ્ચે મેકર્સ હવે દયા બેનના કેરેક્ટર પર વિચાર કરી રહ્યા છે. લાંબા સમયથી શોમાંથી ગાયબ દયાબેન એટલે કે દિશા વાકાણીની રાહમાં ફેન્સ આજ દીન સુધી પલક બીછાવી બેઠા છે. એવામાં મેકર્સે હવે મન બનાવી લીધું છે કે આ કેરેક્ટરને પણ નવું રૂપ આપવામાં આવે.

શોમાં થશે દયાબેનની વાપસી
તારક મહેતા... માં દયાબેનની વારસી લાંબા સમયથી ડિસ્કશનનો ટોપિક બન્યો છે. 2017 માંથી ગાયબ દિશા વાકાણીની વાપસીની રાહમાં મેકર્સે આજ સુધી તે પોઝિશનને ખાલી રાખી છે. તમને જણાવી દઈએ કે, દિશા વાકાણીએ શોમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો. પુત્રીના જન્મ બાદથી દયાએ ક્યારે સેટ પર વાપસી કરી નથી. ફેન્સ પણ 2017 થી તેમના પરત આવવાની રાહ જોઈ રહ્યા છે. તારક મહેતા શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં તેમણે જણાવ્યું કે કોમેડી શોમાં ટુંક સમયમાં દયાના કેરેક્ટરની વાપસી થશે.

અસિતે કહ્યું- દયા ભાભીના કેરેક્ટરની વાપસી એક ક્યારે ના ખતમ થનારી ચર્ચા જેવી થઈ ગઈ છે. દયા ભાભીનું કેરેક્ટર એવું છે કે શોના ફેન્સ આજે પણ તેમનાથી દૂર થઈ શક્યા નથી. લગભગ 5 વર્ષ થઈ ગયા છે, પરંતુ લોકો આજે પણ તેમના વિશે વાત કરી રહ્યા છે. દિશા વાકાણીની કમી દરેક અનુભવી રહ્યા છે. એટલું જ નહીં મને પણ છે. હું તેમની ઘણી રિસ્પેક્ટ કરું છું. હું તેમની ખુબ આતુરતાથી આખા પેનડેમિક દરમિયાન રાહ જોઇ અને આજે પણ કરી રહ્યો છું. અમે એક ચમત્કારની આશા કરી રહ્યા છીએ કે તેઓ કહે કે હું પાછી આવી રહી છું.

દિશા નહીં અન્ય કોઇને કાસ્ટ કરશે અસિત
અસિત મોદીએ જણાવ્યું કે, જો જરૂરિયાત ડે તો અમે દયાના કેરેક્ટરમાં અન્ય નવા ચહેરાને પણ લાવીશું. મીડિયા સાથે વાત કરતા અસિત મોદીએ વધુમાં કહ્યું- બદલાવ જરૂરી છે. જો આપણા ઘરમાં કરવા પડ્યો તો પણ. મને વિશ્વાસ છે કે ઓડિયન્સ પણ આ બદલાવને સ્વીકારશે. જો અમે દયા ભાભીના કેરેક્ટરને નવો ચહેરો આપવાની જરૂરિયાત પડી તો અમે કરીશું. હું ખુબ પોઝિટીવ માણસ છું. ક્યારે હિંમત હારતો નથી. જે પણ થશે સારા માટે થશે.

(5:14 pm IST)