Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ત્યારે હું ઇચ્છતી હતી એવા રોલ નહોતા મળતાં: શહાના

અભિનેત્રી શહાના ગોસ્વામીએ વર્ષ ૨૦૦૬માં યુ હોતા તો કયા હોતા ફિલ્મથી કારકિર્દી આરંભી હતી. એ પછી તેણે હનીમૂન ટ્રાવેલ્સ પ્રા.લિ., રોકઓન, રા.વન સહિતની ફિલ્મો કરી છે. જો કે એ પછી તે ગાયબ થઇ ગઇ હતી. હાલમાં તે ફરીથી સક્રિય થઇ છે. બોમ્બે બેગમ્સ, ધ લાસ્ટ અવર, એ સુટેબલ બોય સહિતના પ્રોજેકટમાં તેનું કામ વખાણાયું છે. તે આગળ પણ નવી ફિલ્મોમાં જોવા મળવાની છે. શહાના કહે છે એક સમય એવો હતો જ્યારે મને એવા રોલ મળતાં હતાં જે હું કરવા નહોતી ઇચ્છતી. પણ બાદમાં વિદેશમં જવાની ઇચ્છાથી મેં મિડ નાઇટ ચિલ્ડ્રન સહિતની ફિલ્મો કરી હતી. વિદેશના રોકાણ વખતે મેં યુ આર માય સન્ડે જેવી ફિલ્મ પણ કરી હતી. શહાના આગામી સમયમાં મનોજ બાજપેઇ સાથેની ફિલ્મમં જોવા મળવાની છે. આ માટેનું શુટીંગ પણ તેણે પુરુ કરી લીધું છે. તે કેટલીક ટૂંકી ફિલ્મો પણ કરી રહી છે. શહાનાએ કારકિર્દી દરમિયાન એક બંગાળી ફિલ્મમાં પણ મહત્વની ભુમિકા નિભાવી હતી.

(10:13 am IST)