Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

સોની સબ પર મેડમ સરમાં હવે રસપ્રદ ઘટનાક્રમો શરૂ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ, તા. ૧૭ : સોની સબ પર મેડમ સરમાં રસપ્રદ ઘટનાક્રમમાં હસીના મલિક (ગુલકી જોશી)નું મળત્‍યુ થાય છે, જેનાથી મહિલા પોલીસ થાણામાં આંચકો લાગે છે. એએસઆઈ મીરા (પંખુરી અવસ્‍થી)એ તે ગોળીઓ છોડી હતી અને કરિશ્‍મા (યુક્‍તિ કપૂર) તેની ઊંડાણથી તપાસ કરી રહી છે ત્‍યારે તે ઘટનાના દિવસે એએસઆઈ મીરાને હેક કરવામાં આવી હતી અને હસીનાને શૂટ કરવા મજબૂર કરાઈ હતી અને હેકર્સે તેની મેમરી પણ ડિલીટ કરવામાં સફળતા મેળવી હતી એવું તપાસમાં બહાર આવે છે.
એએસઆઈ મીરાની ભૂમિકા ભજવતી પંખુરી અવસ્‍થા કહે છે, મીરા અજ્ઞાત રીતે ગુનો કરે છે અને તે માટે તેને પડતી મૂકવામાં આવે છે. જોકે મીરા રોબો હોવા છતાં મહિલા પોલીસ થાણામાં દરેક સાથે વિશેષ સંબંધ સ્‍થાપિત કર્યા હતા. મને લાગે છે કે મીરાની રોબોટિક પણ ભાવનાત્‍મક બાજુ દરેકને સારી લાગતી હતી અને મને ખાતરી છે કે દર્શકોને મહિલા પોલીસ થાણા જેવી જ તેની ખોટ સાલશે.

 

(2:45 pm IST)