Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

ઉમદા કહાનીઓ પર કામ કરવું છેઃ સુધા

અભિનેત્રી સુધા ચંદ્રને કારકિર્દીની શરૂઆત ફિલ્‍મી પરદેથી કરી હતી. પરંતુ તેને ટીવી પરદાએ મોટી ઓળખ આપી છે. ત્રણ દાયકાથી વધુ સમયની કારકિર્દીમાં તેણે અનેક ઉમદા ભુમિકાઓ નિભાવી છે. તે કહે છે હજુ પણ મને મારા કામથી સંતોષ ાથી. આવનારા સમયમાં હું વધુ સારી ભુમિકા માટે તૈયાર છું. હું સારી ફિલ્‍મો કરવા ખુબ ઉત્‍સુક છું. હાલના સમયમાં ઉમદા કહાનીઓ પરથી ફિલ્‍મો બની રહી છે તેમાં કામ કરવાની મારી ઇચ્‍છા છે. પરદા પર દમદાર અને બિન્‍દાસ પાત્રો ભજવતી સુધા ચંદ્રન અસલી જિંદગીમાં પણ આવી જ વ્‍યક્‍તિ છે. તે કહે છે આ પ્રકારનો આત્‍મવિશ્વાસ મારા માતા-પિતા પાસેથી મળ્‍યો છે. મારા પિતાજીએ મને હમેંશા મજબૂત રહેતાં શીખવ્‍યું છે. જો તમે સાચા હોવ તો તમારો અભિપ્રાય મુકવાથી કદી ડરવું નહિ, તેમની આ વાતને હુંઆજીવન અનુસરી રહી છું. મારે નાના મોટા બધા સાથે સારુ બને છે, એટલે કે હું અંતર્મુખી નથી. અમુક સમયે હું સહજ ન હોઉ ત્‍યારે મારી જાતને અટકાવી દઉ છું.

(11:40 am IST)