Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

ખુબ સંઘર્ષ કરીને સફળ બન્‍યો છે દર્શન

અભિનેતા દર્શન કુમારને છેલ્લા કેટલાક સમયમાં તેના અભિનયને કારણે ખુબ નામના મળી ગઇ છે. વેબ સિરીઝમાં સતત દેખાતાં દર્શનને લોકોએ ધ કાશ્‍મીર ફાઇલ્‍સમાં મુખ્‍ય ભુમિકામાં નિહાળ્‍યો છે અને તેના અભિનયના ભરપુર વખાણ કર્યા છે. દર્શને કહ્યું હતું કે આ ફિલ્‍મ હમેંશા મારા હૃદયની નજીક રહેશે. કાશ્‍મીરના હિન્‍દુ પંડિતો બત્રીસ વર્ષથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવા મથી રહ્યા હતાં. હું તેમનો અવાજ બની શક્‍યો તેની ખુશી છે. દરેક એક્‍ટર, ડિરેક્‍ટર અને પ્રોડયુસર માટે બોક્‍સ ઓફિસની સફળતા મહત્‍વની હોય છે. મારી પહેલી જ મુખ્‍ય કલાકાર તરીકેની ફિલ્‍મ સો કરોડની ક્‍લબમાં સામેલ થઇ એ સારી વાત છે. પરંતુ ફિલ્‍મમાં બતાવ્‍યું એ દસ ટકાય નથી. સાચી વાતો સાંભળીને મને રાતે ઉંઘ પણ નહોતી આવતી. દર્શને તેના સંઘર્ષના દિવસોને યાદ કરી કહ્યું હતું કે અગાઉ હું કામ માટે આખો દિવસ દોડધામ કરતો હતો. ડબીંગનું કામ કરતો હતો. જેમાં માંડ ચારસો-પાંચસો રૂપિયા મળતાં હતાં. થિએટરમાંથી પણ બસો-ત્રણસો મેળવી લેતો હતો. ઓડિશન માટે જવા બસનું ભાડુ પણ ન હોય. ઘણીવાર બિસ્‍કીટનું પેકેટ ખાઇને દિવસ પસાર કરવો પડયો હતો.

(11:41 am IST)