Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

ખતરા કે ખિલાડીનવી સિઝનની તૈયારી શરૂ

ટીવી પરદાના લોકપ્રિય રિયાલીટી શોમાં જેની ગણના થાય છે તેવા ખતરો કે ખિલાડીની વધુ એક નવી સિઝનની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. એડવેન્‍ચર બેઝ્‍ડ ટીવી રિયાલીટી શો ખતરો કે ખિલાડીની ૧૨મી સિઝનની શરૂ થવાની છે. નિર્માતાઓએ આ માટે તૈયારી કરી લીધી છે. આ વખતે રિયાલીટી શોનું શુટીંગ સાઉથ આફ્રિકામાં થશે. દરેક સિઝનની જેમ આ વખતે પણ લોકપ્રિય સેલિબ્રિટીઝ આ શોમાં ભાગ લેતી જોવા મળશે. અલગ અલગ ટાસ્‍ક દ્વારા ડરનો સામનો કરતાં અભિનેતા-અભિનેત્રીઓને જોવાનું તેના ચાહકોને ખુબ ગમે છે. નિર્માતા દ્વારા શોના સ્‍પર્ધકો નક્કી કરવાનું શરૂ થઇ ગયું છે. જેમાં અનેક જાણીતા ટીવી કલાકારોના નામ સામે આવવા માંડયા છે. ઉર્વશી ધોળકીયા, નિશાંત ભટ્ટ, શિવાંગી જોષી, પવિત્ર પુનિયા સહિતના નામો સામે આવ્‍યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોનું સંચાલન રોહિત શેટ્ટી સંભાળશે.

(11:41 am IST)