Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

ઓફર હતી, પાત્રોમાં દમ નહોતોઃ નિમ્રત

અભિનેત્રી નિમ્રત કોૈર તાજેતરમાં ફિલ્‍મ દસવીમાં અભિષેક બચ્‍ચન અને યામી ગોૈતમ સાથે મુખ્‍ય ભુમિકામાં જોવા મળી છે. તેનો રોલ દર્શકોએ વખાણ્‍યો છે. ફિલ્‍મમાં અભિષેક બચ્‍ચને મુખ્‍યમંત્રીનું પાત્ર ભજવ્‍યું છે. જ્‍યારે તેના પત્‍નિના રોલમાં નિમ્રત છે. શાંત ભોળા સ્‍વભાવની વિમલાદેવી અચાનક મુખ્‍યમંત્રી બની જાય છે. આ પાત્ર નિમ્રતને ખુબ ગમ્‍યું છે. છ વર્ષ પછી ફિલ્‍મોમાં કમબેક અંગે તેણે કહ્યું હતું કે મારી પાસે ઓફર આવી તેમાં રસપ્રદ એકેય નહોતી, પાત્રોમાં પણ દમ નહોતો. હું કોમેડી કરવા ઇચ્‍છતી હતી. દર વખતે કેમેરા સામે નવુ રજુ કરવા ઇચ્‍છુ છું. હું મારી જાતને સ્‍ક્રીન પર રિપીટ જોવા નથી ઇચ્‍છતી. દસવી માટે ઓફર થતાં જ મેં હા કહી દીધી હતી. કારણ કે સ્‍ક્રિપ્‍ટ વાંચતા જ જણાઇ ગયું હતું કે આમાં કંઇક નવું છે. ઓટીટી પ્‍લેટફોર્મને નિમ્રત ગેમ ચેન્‍જર ગણાવે છે. તે કહે છે આ પ્‍લેટફોર્મ પર અનેક રોજગાર, કામ, વાર્તા અને તક મળતાં રહે છે. ઓટીટીને કારણે દરેક જોનરના કલાકારો મળે છે. રાતોરાત સ્‍ટારડમ મળે છે. નિમ્રત ‘ફાઉન્‍ડેશ સિઝન-૨' નામની વેબ સિરીઝ કરી રહી છે.

(6:34 pm IST)