Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

‘મલાલા'નું પાત્ર ભજવનાર રીમ શેખની ખુબસુરત અદાઓ સોશ્‍યલ મીડિયામાં ફરીથી વાયરલઃ તસ્‍વીરો ફેન્‍સમાં ચર્ચાનું કેન્‍દ્ર બની ગઇ

લેટેસ્‍ટ ફોટાથી સોશ્‍યલ મીડિયાનો પારો હાઇ લેવલ ઉપર

નવી દિલ્લીઃ પોતાના હોટ ફોટોશૂટના લીધે અભિનેત્રીઓ અવાર નવાર ચર્ચાઓમાં રહેતી હોય છે. પરંતુ હવે મલાલાનો પાત્ર ભજવનાર માત્ર 19 વર્ષની અભિનેત્રી રીમ શેખ તો હદ પાર કરી દિધી, કેમેરા સામે સિજલિંગ અદામાં કરાવેલા ફોટોશૂટમાં રીમની અદાઓ જોઈને તમે પણ આશ્ચર્ય ચકીત થઈ જશો. હાલ રીમના હોટ ફોટો સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યા છે. 

રીમ શેખ ખુબ જ ઓછા સમયમાં દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પરદા પર રીમની ખુબ સુરતી નિહાળવા લોકો હંમેશા તૈયાર રહે છે.

રીમ શેખ ફિલ્મોની સાથે સોશિયલ મીડિયામાં પણ ખુબ એક્ટિવ રહે છે. પોતાના પ્રોજેક્ટની સાથે હોટ ફોટોથી રીમ સોશિયલ મીડિયામાં ચર્ચાના કેન્દ્રમાં રહેતી હોય છે.

રીમની બોલીવુડમાં શાનદાર એન્ટ્રી થઈ હતી. મલાલા યુસુફજઈ પર બનેલી બોલીવુડ ફિલ્મ ગુલ મકઈમાં મલાલાનો પાત્ર રીમ શેખ ભજવ્યું હતું.

રીમ પોતાના ફોટો સોશ્યલ મીડિયામાં મૂકીને લોકોનું ધ્યાન ખેંચવામાં માહિર છે. હાલમાં સોશિયલ મીડિયામાં અપલોડ કરેલી રીમની તસવીર ફેન્સમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.

અભિનેત્રી રીમ શેખે આ વખતે એવી તસવીરો શેર કરી છે જેને જોઈને ફેન્સનો પરસેવો છૂટી રહ્યો છે. રીમના લેટેસ્ટ ફોટાથી સોશિયલ મીડિયાનો પારો હાઈ લેવલ પર છે.

રીમ શેખની ઉંમર માત્ર 19 વર્ષ જ છે. પંરતુ સોશિયલ મીડિયામાં રીમના ફોટા જોઈને ફેન્સને તેની ઉંમર વધારે લાગે છે. જોકે માત્ર 19 વર્ષની ઉંમરે રીમ લોકોના દિલ જીતવામાં સફળ રહી છે.

(4:31 pm IST)