Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

અરે... વાહ.... મહેશ બાબુએ ઓડી ઈ-ટ્રોન ખરીદી

મુંબઈ: તેલુગુ સ્ટાર મહેશ બાબુએ પોતાની જાતને ઓડી ઈ-ટ્રોન ખરીદી છે. આ એક ઈલેક્ટ્રિક કાર છે, જેણે 2022ના વર્લ્ડ કાર એવોર્ડ્સમાં જબરદસ્ત વિજય મેળવ્યો હતો. ઓડી ઈન્ડિયાના હેડ બલબીર સિંહ ધિલ્લોને ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે, "અમારું ભવિષ્ય ઈલેક્ટ્રીક્સ પર આધારિત હશે, અને અમે મહેશ બાબુને હેશટેગ ઓડીએક્સપીરિયન્સમાં આવકારીએ છીએ." મહેશ બાબુએ પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાની નવી ઓડી ઈ-ટ્રોન સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરીને સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ ભાવિ ઘરમાં લાવવામાં આવ્યું છે. ઓડીના અનુભવ માટે ઉત્સાહિત. રસપ્રદ વાત એ છે કે, થોડા દિવસો પહેલા ઓડી ઇ-ટ્રોન જીટીએ 2022 વર્લ્ડ કાર એવોર્ડ્સમાં 'વર્લ્ડ પરફોર્મન્સ કાર' માટે એવોર્ડ જીત્યો હતો. સૌથી પ્રતિષ્ઠિત નવી કાર એવોર્ડ સમારોહને 'ઓસ્કર ઓફ ધ ઓટોમોબાઈલ વર્લ્ડ' તરીકે ઓળખવામાં આવે છે.

(6:31 pm IST)