Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

મૃણાલ ઠાકુરને ઓડિશનના દિવસો કર્યા યાદ

મુંબઈ: ટીવી પરથી બોલિવૂડ સ્ક્રીન પર ધમાલ મચાવનાર અભિનેત્રી મૃણાલ ઠાકુરે તેના ઓડિશનના દિવસોને યાદ કર્યા. મૃણાલે 2012માં 'મુઝસે કુછ કહેતે હૈ.. યે ખામોશિયાં' સિરિયલથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તેને ટેલિવિઝન શો 'કુમકુમ ભાગ્ય'થી લોકપ્રિયતા મળી હતી.આ પછી અભિનેત્રીએ ડ્રામા ફિલ્મ 'લવ સોનિયા'થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. તે 'સુપર 30', 'બાટલા હાઉસ' અને 'ધમાકા' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. પોતાની જર્ની વિશે વાત કરતાં, મૃણાલ, જે તેની આગામી ફિલ્મ 'જર્સી'ની રિલીઝની રાહ જોઈ રહી છે, તેણે કહ્યું, "હું મારું જીવન જીવી રહી છું. હું લોકોના દિલ સુધી પહોંચવા માંગુ છું. 'કુમકુમ ભાગ્ય' એ મને ટેકો આપ્યો. જીવનમાં મારું એકમાત્ર લક્ષ્ય લોકોનું મનોરંજન કરવાનું છે.

(6:34 pm IST)