Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

વંશજમાં ભાનુપ્રતાપના પ્રભાવી રોલમાં પુનિત

અભિનેતા પુનિત ઇસ્‍સારે ફિલ્‍મો અને ટીવી પરદે ભરપુર કામ કર્યુ છે. તેના અસંખ્‍ય ચાહકો છે. મહાભારત સિરીયલમાં દૂર્યોધનનો રોલ ભજવી તેણે ઘર ઘરમાં ઓળખ બનાવી હતી. આ ભુમિકાએ તેને ખુબ મોટી ખ્‍યાતિ અપાવી હતી. પીઢ કલાકારે ભારત એક ખોજ'થી લઈને છોટી સરદારની' સુધીના અનેક ટીવી શોમાં પ્રભાવશાળી પાત્રો નિભાવ્‍યા છે.  હવે  પુનિત વધુ એક સીરિયલ વંશજ' માં ભાનુપ્રતાપની શક્‍તિશાળી ભૂમિકા કરી રહ્યો છે. ટૂંક સમયમાં આવનારા આ શોમાં પોતાના ભાગે આવેલા રોલ માટે પુનિત કહે છે કે તેમાં હું પરિવારના વડિલોમાંનો એક છું જેણે બિઝનેસનું સામ્રાજ્‍ય ઊભું થતાં જોયું છે. કુટુંબ હોય ત્‍યાં નાની-મોટી સમસ્‍યાઓ આવે, તેમાં કેટલુંક રાજકારણ પણ રમાય, આમ છતાં ભાનુપ્રતાપ પરિવારને તૂટતો બચાવે છે. મારા પાત્રની આ વાત જ મને સૌથી વધુ ગમી ગઈ હતી. જેથી હું તરત જ તેની સાથે જોડાઈ ગયો હતો. મને ખુશી છે કે હું વધુ એક વખત ટીવી પરદે શકિતશાળી ભુમિકા મળી છે.

(10:42 am IST)