Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

સમન્‍થાની ફિલ્‍મના નિર્માતાએ વ્‍યક્‍ત કર્યો અફસોસ

અભિનેત્રી સમન્‍થા રૂથ પ્રભુની ફિલ્‍મ શાકુન્‍તલમ ઉંધા માથે પટકાઇ ચુકી છે. પોૈરાણીક ફેન્‍ટસી પર આધારીત આ ફિલ્‍મ થોડા દિવસ પહેલા સિનેમાઘરોમાં આવી હતી. સમન્‍થા તેમજ નિર્માતા નિર્દેશક અને સમગ્ર ટીમને ફિલમ હિટ જશે તેવી આશા હતી. પર઼તુ દર્શકોએ ફિલ્‍મને સ્‍વીકારી નથી. આ ફિલ્‍મ પાંસઠ કરોડના ખર્ચથી બની હતી. નિર્માતાઓને અઢારેક કરોડનું નુકસાન થયું છે. બીજી તરફ કોઇ આંકડાઓનો આધાર આપ્‍યા વગર નિર્માતા દિલ રાજૂએ સ્‍વીકાર્યુ છે કે ફિલ્‍મ શાકુન્‍તલમ મારી કારકિર્દીની ફલોપ ફિલ્‍મો પૈકીની એક ફિલમ છે. આ ફિલ્‍મ હિટ ન જતાં મને ભારે અફસોસ થઇ રહ્યો છે. મારા પ્રોડક્‍શનની માત્ર ચારથી પાંચ ફિલ્‍મો જ એવી હતી જે આર્થિક રીતે ખરાબ નિવડી છે. શાકુન્‍તલમ મારી પચ્‍ચીસ વર્ષની કારકિર્દીની મોટા ઝટકારૂપ ફિલ્‍મ છે. મારા પ્રોજેક્‍ટ પર વિશ્વાસહતો પણ હું ખોટો સાબિત થયો.

(10:42 am IST)