Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

આલિયા ભટ્ટે પોતાના લગ્ન માટે ન હોતા ખરીદ્યા નવા ચપ્‍પલ : પહેર્યા સસ્‍તા અને જુના સેન્‍ડલ જેની કિંમત માત્ર ૩,૮૦૦ રૂપિયા

મુંબઇ તા. ૨૧ : બોલિવૂડ સ્‍ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન ખૂબ જ ચર્ચામાં હતા. જયારે હવે આ લગ્નની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ રહી છે. આલિયા ભટ્ટે પોતાનો બ્રાઈડલ લૂક ખૂબ જ સિમ્‍પલ અને સ્‍ટાઈલિશ રાખ્‍યો હતો માટે તે ખૂબ ચર્ચામાં છે. નો મેક અપ લુક અને લાઈટ વેટ સાડી બાદ હવે આલિયાના ફૂટવેર પણ ચર્ચામાં આવી ગયા છે. હકીકતે આલિયાએ તેના લગ્નમાં નવા ફૂટવેર પણ ખરીદ્યા ન હતા અને આ દુલ્‍હન તેના લગ્નમાં પોતાના જૂના ફૂટવેર પહેરેલી જોવા મળી હતી. લગ્નના દિવસે તેણે જૂની કોલ્‍હાપુરી હીલ્‍સ પહેરી હતી. ‘વેડિંગસ્‍પારાઝી' નામના ઇન્‍સ્‍ટા હેન્‍ડલ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્‍ટમાં આલિયા ભટ્ટને તેમના લગ્ન પછી તરત જ તેના ઘરની બહાર રણબીરે ઉચકી લીધી હતી તે જોઈ શકાય છે. જેમાં અભિનેત્રીના લગ્નના સેન્‍ડલ દેખાઈ રહ્યા છે. તેના ખાસ દિવસ માટે આલિયા ભટ્ટે તેની જૂની કોલ્‍હાપુરી હીલ્‍સ ફરીથી પહેરી હતી, જે તેણે તેની ફિલ્‍મ ‘ગંગુબાઇ કાઠિયાવાડી'ના પ્રમોશન દરમિયાન પહેરી હતી. આ ૩.૫ ઇંચનું સેન્‍ડલ ‘સ્‍ટોફસ્‍ટાઇલ' બ્રાન્‍ડનું છે, જેની કિંમત માત્ર ૩,૮૦૦ રૂપિયા છે. આટલું જ નહીં, અભિનેત્રી ઘણી વખત આ સેન્‍ડલ પહેરેલી પણ જોવા મળી છે.

 

(10:37 am IST)