Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

આ ફિલ્‍મ દર્શકોમાં દેશ ભક્‍તિની ભાવના જગાડશેઃ આયુષ્‍યમાન

નુભવ સિન્‍હાએ વધુ એક વખત આયુષ્‍યમાન ખુરાનાને લઇને ફિલ્‍મ બનાવી છે. ‘અનેક' નામની આ ફિલ્‍મનું શુટીંગ નોર્થ ઇસ્‍ટમાં થયું છે. મે મહિનાની તેરમી તારીખે આ ફિલ્‍મ રિલીઝ થઇ જવાની હતી. પરંતુ હવે ફિલ્‍મને બે અઠવાડીયા પાછળ ધકેલી દેવામાં આવી છે. આ કારણે ફિલ્‍મ સત્તાવીશમી મેના રોજ સિનેમા ઘરોમાં આવશે. આયુષ્‍યમાન અને અનુભવ સિંહાએ અગાઉ આર્ટીકલ-૧૫માં સાથે કામ કર્યુ હતું. અનેક તેની બીજી ફિલ્‍મ છે. આયુષ્‍યમાન કહે છે આ ફિલ્‍મ દર્શકોમાં દેશ ભક્‍તિની ભાવના જગાડશે. આયુષ્‍યમાનની આગામી ફિલ્‍મોમાં ડોક્‍ટર જી અને એન એક્‍શન હીરો પણ સામેલ છે. ડોક્‍ટર જીમાં તેની સાથે રકુલપ્રિત મુખ્‍ય ભુમિકામાં છે. તે આ ફિલ્‍મમાં કોમેડી કરતો જોવા મળશે. એન એક્‍શન હીરોમાં તે પહેલી જ વખતે જબરદસ્‍ત એક્‍શન કરતો જોવા મળવાનો છે.

(10:49 am IST)