Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

અહિ પુરતું કામ મળી રહે છેઃ રાશી ખન્‍ના

સાઉથની ખુબ જાણીતી અભિનેત્રી રાશી ખન્‍ના બોલીવૂડમાં અને હિન્‍દી વેબ સિરીઝના પ્રોજેક્‍ટમાં પણ વધુ સક્રિય થઇ છે. તાજેતરમાં તે અજય દેવગણ સાથે રૂદ્રા નામની સિરીઝમાં જોવા મળી હતી. જેમાં તેના અભિનયને દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો. તે કહે છે આ સિરીઝના પાત્રમાં ઢળવા માટે હું થોડી ગાંડપણ જેવી વર્તુણક કરવા માંડી હતી. ડાયલોગ ઓછા બોલી આંખોથી હાવભાવ દર્શાવ્‍યા હતાં. અલગ અલગ ભાષા અને સંસ્‍કૃતિની જાણકારીએ મને સર્જનાત્‍મક સમૃધ્‍ધી અપાવી છે. હાલમાં સાઉથનું સિનેમા હિન્‍દી સિનેમા કરતાં વધુ મજબુત બન્‍યું છે એ અંગે રાશી કહે છે કે ત્‍યાં કન્‍ટેન્‍ટને કેન્‍દ્રસ્‍થાને રખાય છે. આવી મસાલા ફિલ્‍મોના દર્શકો હિન્‍દીમાં પણ વધુ છે. આ કારણે સાઉથનું કન્‍ટેન્‍ટ નોર્થમાં વધુ લોકપ્રિય થઇ રહ્યું છે. આ કારણે હિન્‍દી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રી પર હાલમાં પ્રેસર વધી ગયું છે. જો કે હિન્‍દી ફિલ્‍મ ઉદ્યોગ પણ સારી ફિલ્‍મો આપવા માટે સક્ષમ જ છે. ઓટીટી પ્રોજેક્‍ટનું ચલણ વધવાથી કલાકારોને પુરતુ કામ મળતું થયું છે. અહિ કોઇ કલાકારોની ઉમર કે દેખાવની ચર્ચા કરતું નથી.

(10:53 am IST)