Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

બિગ બોસનું સંચાલન કરશે કરણ જોહરઃ ઓટીટી પર ૮ ઓગષ્ટે પ્રિમીયર

મુંબઇઃ ખુબ જ ચર્ચાસ્પદ રિયાલીટી શો બિગ બોસની મોટા ભાગની સિઝનને સલમાન ખાને હોસ્ટ કરી હતી. હવે આ વખતે બિગ બોસ ડિજીટલ પ્લેટફોર્મ પર આવશે અને તેને નવું નામ બિગ બોસ ઓટીટી એવું અપાયું છે. કરણ જોહરને સંચાલક તરીકે ફાઇનલ કરાયો એ પહેલા સિધ્ધાર્થ શુકલાનું નામ પણ ચર્ચાયુ હતું. પરંતુ હવે ડિજીટલ પ્લેટફોર્મ વૂટે કરણ જોહરનું નામ જાહેર કરી દીધું છે.

(3:30 pm IST)