Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

હની સિંહનું નવું ગીત ફર્સ્ટ કિસ થયું રિલીઝ

મુંબઈ: પ્રખ્યાત રેપર અને સિંગર હની સિંહનું નવું ગીત ફર્સ્ટ કિસ રિલીઝ થયું છે. વીડિયોમાં ઇપ્સિતા હની સિંહ સાથે જોવા મળી રહી છે. ગીત રિલીઝ થતાની સાથે યુટ્યુબ પર લોકપ્રિય થઈ ગયું છે. હની સિંહ અને ઇપ્સિતાએ ગીત ગાયું છે. લીલ ગોલી, હોમી દિલ્હીવાલા, સિંઘસ્તા અને હનીસિંહે ગીત લખ્યું હતું. હની સિંહના ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.હની સિંહના વીડિયો સોંગ ફર્સ્ટ સોંગનું નિર્માણ ભૂષણ કુમાર અને શાલિની તલવાર દ્વારા કરવામાં આવ્યું છે. ગીતને રિલીઝ થયાના થોડા કલાકોમાં જ 4 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. સાથે ચાહકો ગીતને બેંગ ગણાવી રહ્યા છે. ચાહકો વિડિઓ ગીતને ફરીવાર જોઈ રહ્યા છે. અગાઉ હની સિંહનું ગીત કેર ની કર્ડા રિલીઝ થયું હતું. ગીત ફિલ્મ ચલંગનું હતું, જે રાજકુમાર રાવ અને નુસરત ભરૂચા પર ફિલ્માવવામાં આવ્યું હતું. ગીતમાં હનીસિંહે બેંગ રેપ કર્યું હતું. તેમણે ગીતની રચના કરી. હનીએ સ્વેતાજ બ્રાર સાથે મળીને ગીત ગાયું હતું.

(5:39 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 34,564 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 91,75,876 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,37,778 થયા:વધુ 39,364 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,00,808 રિકવર થયા :વધુ 440 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,213 થયો access_time 12:36 am IST

  • પાક.નો બેટસમેન ફખર ઝમાન ન્યુઝીલેન્ડની ટૂરમાંથી આઉટ : લાહોર : પાકિસ્તાનના બેટસમેન ફખર ઝમાનને તાવ આવતા તે ન્યુઝીલેન્ડના પ્રવાસમાંથી બહાર થઇ ગયો છે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ૧૮ ડીસેમ્બરથી ત્રણ ટી-ર૦ અને બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાનાર છે. access_time 2:35 pm IST

  • માસ્ક નહિ પહેરો તો આવશે ઘરે ઈ મેમો: સુરત મહાનગર પાલિકા હવે સીસીટીવી કેમેરાના આધારે વાહન ચાલકો પર નજર રાખશે. બાઇક ચાલક કે પાછળ બેઠેલા વ્યક્તિ એ માસ્ક નહિ પહેર્યું હોય તો ઘરે 1000 નો મેમો આવશે access_time 12:31 am IST