Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

‘દિલ્‍હી ક્રાઇમ'ની બીજી સીઝન આવશે ૨૬ ઓગસ્‍ટે

શેફાલી શાહની ‘દિલ્‍હી ક્રાઇમ'ની બીજી સીઝન વિડીયો સ્‍ટ્રીમિંગ સર્વિસ નેટફિલકસ પર ૨૬ ઓગસ્‍ટે આવશે

મુંબઇ,તા. ૨૫ : શેફાલી શાહની ‘દિલ્‍હી ક્રાઇમ'ની બીજી સીઝન વિડિયો સ્‍ટ્રીમિંગ સર્વિસ નેટફિલક્‍સ પર ૨૬ ઓગસ્‍ટે આવશે. આ સીઝનમાં ડીસીપી વર્તિકા ચતુર્વેદીના રોલમાં શેફાલી વિવિધ ક્રાઇમ ઉકેલતી દેખાશે. નીતિ સિંહની ભૂમિકામાં રસિકા દુગ્‍ગલ અને ભૂપેન્‍દ્ર સિંહના રોલમાં રાજેશ તેલંગ જોવા મળશે. એક નિર્દય ઘટનાને ઉકેલવામાં વર્તિકા અને  તેની ટીમ તનતોડ મહેનત કરે છે.

‘દિલ્‍હી ક્રાઇમ'ની પહેલી સીઝનમાં ૨૦૧૨માં થયેલી દિલ્‍હી ગેન્‍ગ-રેપની સત્‍યઘટના પર પ્રકાશ પાડવામાં આવ્‍યો હતો. ૪૮મા ઇન્‍ટરનેશનલ એમ્‍મી અવોર્ડ્‍સમાં આ સિરીઝને સન્‍માનિત પણ કરવામાં આવી હતી. ‘દિલ્‍હી ક્રાઇમ'ની બીજી સીઝનને તનુજ ચોપડાએ ડિરેક્‍ટ કરી છે.

(10:11 am IST)