Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

કેટરીના કેફ - વિકી કૌશલને મળી જાનથી મારી નાખવાની ધમકી

પોલીસે FIR નોંધી શરૂ કરી તપાસ

મુંબઇ તા. ૨૫ : કેટરિના કૈફ અને વિકી કૌશલને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વિકીએ આ અંગે પોલીસમાં એફઆઇઆર નોંધાવી છે.

મુંબઈ પોલીસે કહ્યું છે કે વિકી કૌશલની ફરિયાદના આધારે સાંતાક્રુઝ પોલીસ સ્‍ટેશનમાં આઈટી એક્‍ટ ઉપરાંત આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે. ફરિયાદમાં એવું કહેવામાં આવ્‍યું છે કે એક વ્‍યક્‍તિ ઇન્‍સ્‍ટાગ્રામ પર સતત ધમકીભર્યા મેસેજ પોસ્‍ટ કરી રહ્યો છે અને તે મારી પત્‍નીને ફોલો કરી રહ્યો છે અને ધમકીઓ આપી રહ્યો છે.

બોલિવૂડએક્‍ટરવિકી કૌશલઅને તેની પત્‍ની અને અભિનેત્રી કેટરીના કૈફને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલે વિકી કૌશલે અજાણ્‍યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમાચાર આવી રહ્યા છે કે આદિત્‍ય રાજપૂત નામનો વ્‍યક્‍તિ લાંબા સમયથી કેટરીનાને સોશિયલ મીડિયા પર સ્‍ટોક કરી રહ્યો હતો અને વિકી કૌશલે તે વ્‍યક્‍તિને સમજાવવાની કોશિશ કરી હતી, તેમ છતાં તે આવું કરતો રહ્યો અને અંતે વિકી કૌશલને આ પગલું ભરવાની ફરજ પડી છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ વ્‍યક્‍તિનું નામ સોશિયલ મીડિયા પર છે, પરંતુ તે તેનું અસલી નામ છે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આથી પોલીસે અજાણ્‍યા વ્‍યક્‍તિ સામે આ કેસ નોંધ્‍યો છે.ઉલ્લેખનીય છે કે, પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્‍યા બાદથી સતત સેલિબ્રિટીઓને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્‍યું હતું કે તમારી હાલત પણ મુસેવાલા જેવી કરી દેવાશે .ત્‍યારબાદ પોલીસે તપાસ શરૂ કરી.

(3:17 pm IST)