Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

આતુરતાનો અંતઃ આવતા મહિને સ્ટ્રીમ થશે મિરઝાપુર-૨

વેબ સિરીઝની દુનિયામાં સોૈથી વધુ ચર્ચાસ્પદ બનેલી અમુક સિરીઝ પૈકીની એક મિરઝાપુરની આગલી સિઝનની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. એમેઝોન પ્રાઇમએ એક વિડીયો પોસ્ટ કરતાં હવે ચાહકોની આતુરતાનો ઝડપથી અંત આવશે તેમ જણાય છે. મિરઝાપુરની સિઝન-૨ ટુંક સમયમાં જ સ્ટ્રીમ થશે. એક વિડીયો સોશિયલ મિડીયા પર એમેઝોન પ્રાઇમ તરફથી મુકાયો છે અને તેમાં ચાહકોને ભરોસો આપવામાં આવ્યો છે કે મિરઝાપુર-૨ બહુ ઝડપથી આવશે. ૨૦૧૮માં આવેલી પહેલી સિઝનમાં અલી ફઝલ, વિક્રાંત મૈસી, પંકજ ત્રિપાઠી સહિતના સ્ટાર હતાં. ત્યારથી જ ચાહકો બીજી સિઝનની રાહમાં છે. મિરઝાપુર સિઝન-૨ આ વર્ષના શરૂઆતમાં જ રિલીઝ કરવાની હતી. પરંતુ કોરોના અને લોકડાઉન નડી ગયું હતું. આ કારણે પોસ્ટ પ્રોડકશનનું કામ અટકી ગયું હતું. અલી ફઝલના માતાનું નિધન થતાં તે ડબીંગ પણ કરી શકયો નહોતો. હવે આવતા મહિને બીજી સિઝન સ્ટ્રીમ થઇ જશે.

(9:50 am IST)