Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

એકટર તરીકે સ્થાપિત કરે તેવા કામની સૌમ્યાની ચાહત

હિટ ટીવી શો ભાભીજી ઘર પર હૈમાં અનિતા ભાભીનો રોલ નિભાવી ઘર-ઘરમા જાણીતી બનેલી અભિનેત્રી સૌમ્યા ટંડને શો છોડી દીધો છે. સૌમ્યાનો આ શો સાથે  ગત એકવીસમી ઓગષ્ટના રોજ કોન્ટ્રાકટ પુરો થઇ ગયો છે. તેણે કહ્યું હતું કે હવે હું આગળ કામ કરવા તૈયાર નથી. આમ તો હાલના સમયમાં પાક્કી નોકરી જેવો અને ખુબ જાણીતો એવો આ શો છોડી દેવાનો નિર્ણય અજીબ લાગે છે. પરંતુ માત્ર રેગ્યુલર અને બાંધી આવકમાં એકસાઇટમેન્ટ હોતું નથી. હવે હું નવા અને એવા પ્રોજેકટ પર કામ કરવા માંગુ છે જે મને એક એકટર તરીકે સાબિત કરી શકે. આ શો સાથેની મારી અત્યાર સુધીની સફર અત્યંત સારી રહી છે. હું શોમાં છેલ્લા પાંચ વર્ષથી અનિતા ભાભીની ભુમિકા નિભાવતી હતી. મને શોની ખુબ જ યાદ આવશે એ પણ નક્કી છે. પરંતુ હું હવે મારા સુરક્ષીત ઝોનમાંથી બહાર નીકળી કંઇક જોખમ લેવા તૈયાર થઇ છું.

(9:51 am IST)