Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

વિવેચકોથી વધુ ડર લાગે છેઃ મૃણાલ

અભિનેત્રી મૃણાલ ઠાકુરની ફિલ્‍મ જર્સી આજે રિલીઝ થઇ ચુકી છે. ફિલ્‍મમાં તે શાહિદ કપૂર સાથે મુખ્‍ય ભુમિકામાં છે. તેણે કહ્યું હતું કે શાહિદ સારો ડાન્‍સર, ગૂડ લૂકીંગ, ફોકસ પર્સન અને ખુબ જ હસમુખો સ્‍વભાવ ધરાવે છે. આ કારણે તેની સાથે કામ કરવાની ખુબ મજા આવી. તે સાથે હોય ત્‍યારે મિત્રતાભાવની લાગણી અનુભવાય છે. આથી જ તેની સાથે સહજ થવામાં સમય લાગ્‍યો નહોતો. ફિલ્‍મમાં હું રિસેપ્‍સનીસ્‍ટના રોલમાં છું. જે ૨૧ વર્ષની માતા છે. પરદા પર આ ભુમિકા ભજવવા મળી તે માટે હું મારી જાતને નસિબદાર સમજુ છું. મેં આ રોલની પ્રેરણા મારાી માતા પાસેથી લીધી હતી. ફિલ્‍મમાં હું માતા હોવાની સાથે નોકરીયાત અને પત્‍નિ પણ છું. મૃણાલ કહે છે મને શુક્રવારની નહિ પણ ફિલ્‍મ વિવેચકોની વધુ બીક લાગે છે. તેઓ મારી બે વર્ષની મહેનતને બે મિનીટમાં આંકી લે છે. ઘણીવાર દર્શકોને ફિલ્‍મ ખુબ ગમતી હોય છે છતાં એ વિવેચકોને ગમતી હોતી નથી. હું પાત્રની જરૂરીયાત મુજબ શરીરનું વજન વધારતી અને ઘટાડતી રહુ છું. લીલા શાકભાજી વધુ લઉ છું અને દિવસમાં એક વાર કસરત ચોક્કસ કરુ છું.

 

(10:12 am IST)