Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

એ પાત્ર માટે ખુબ જ મહેનત કરવી પડી હતીઃ શ્રેયસ

અભિનેતા શ્રેયસ તલપડેની ફિલ્‍મ કોૈન પ્રવિણ તાંબે હિટ નિવડતાં તેની વાહ વાહ થઇ રહી છે. શ્રેયસ કહે છે આ ફિલ્‍મમાં મેં એટલે કામ કર્યુ હતું કે એક કલાકાર તરીકે મારે સારી વાર્તા દર્શકો સુધી પહોંચાડવી હતી અને તેમાં સફળતા મળી છે. મને ઇકબાલ પછી સત્તર વર્ષ બાદ ફરીથી ક્રિકેટરનું પાત્ર ભજવવાની તક મળી હતી. આ ફિલ્‍મના રોલ માટે મારે
બોલીંગ, બેટીંગ,
રનીંગ અને કસરત પર ખુબ મહેનત કરવી પડી હતી. ફિલ્‍મનું શુટીંગ પણ લાઇવ લોકેશન પર થયું હતું. તેની મજાજ કંઇક જુદી હતી. ફિલ્‍મ પુષ્‍પામાં મને અલ્લુ અર્જુન માટે અવાજ આપવાની તક મળી એ માટે હું ખુબ જ ખુશ છું. નિર્માતાઓને કદાચ એવું લાગ્‍યું હશે કે મારો અવાજ અલ્લુ પર સારો રહેશે. આ ફિલ્‍મનું ડબીંગ કરવાની ખુબ મજા આવી હતી. અલ્લુ અર્જુને ખુબ જ સારુ કામ કર્યુ હોઇ તેમના માટે ડબીંગમાં કચાશ ન રહી જાય તેનું મેં ખુબ ધ્‍યાન રાખ્‍યું હતું. ડબીંગ માટે મને પહેલી વખત વાહવાહી મળી છે.

 

(10:10 am IST)