Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

બોલ્‍ડનેશને લઇ ચર્ચામાં રહેતી અભિનેત્રી મલાઇકા અરોરાનો પારદર્શક ડ્રેસમાં સ્‍વિમીંગ પુલમાં મસ્‍તી કરતી હોય તેવો વીડિયો વાયરલ

અભિનેત્રી 49 વર્ષની ઉંમરે પણ સુપર સેક્‍સી દેખાઇ

મુંબઇઃ મલાઈકા અરોરા તેના બોલ્ડ લુક્સમાં સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. પરંતુ આ વખતે મલાઈકા અરોરાની એવી સ્ટાઈલ સામે આવી છે, જેને જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ છે. મલાઈકા અરોરાનો લેટેસ્ટ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, આ વીડિયોમાં એક્ટ્રેસ ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.

મલાઈકા અરોરા લેટેસ્ટ વિડિયોમાં સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે. મલાઈકા પાણીથી લથબથ સિલ્વર શીયર ડ્રેસમાં એટલી સિઝલીંગ દેખાઈ રહી છે કે તેને જોઈને કોઈના પણ હોશ ઉડી જશે. પાણીમાં મસ્તી કરતી મલાઈકા અરોરાની કેટલીક તસવીરો વીડિયોમાં જોવા મળી રહી છે, આ તસવીરોમાં મલાઈકાના ચહેરા પર વિખરાયેલા વાળ ખુબ જ સુંદર લાગી રહ્યા છે અને મલાઈકા કેમેરા માટે ખૂબ જ હૉટ પોઝ આપતી જોવા મળી રહી છે. મલાઈકા અરોરાના લેટેસ્ટ ફોટોશૂટના વીડિયોમાં 49 વર્ષની ઉંમરમાં પણ તે સુપર સેક્સી દેખાઈ રહી છે..

મલાઈકા અરોરાનો હાલમાં ફિલ્મ્સ અભિનય સાથે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી. પરંતુ તેના બોલ્ડ એક્ટ્સ અને અદભૂત ડાન્સથી મલાઈકાએ ઘણી ફિલ્મોમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આ સિવાય મલાઈકા અરોરાએ ઘણા ટીવી શોમાં જજ તરીકે પણ પોતાનો જલવો બતાવ્યો છે. મલાઈકા અરોરા ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, ડાન્સ ઈન્ડિયા ડાન્સ જેવા ઘણા શોમાં જજની ભૂમિકામાં જોવા મળી છે. આ સિવાય મલાઈકા અરોરા ઘણી બ્રાન્ડ્સની જાહેરાત માટે અને સોશિયલ મીડિયામાં જોરદાર કામ કરે છે. મલાઈકા અરોરા તેના વર્ક ફ્રન્ટ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે.

(5:48 pm IST)