Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ગ્લેમર સિવાયનું કામ પણ કરી શકે છે નુસરત

નુસરત ભરૂચાએ અત્યાર સુધીમાં મોટે ભાગે ગ્લેમરસ ભુમિકાઓ જ નિભાવી છે. પ્યાર કા પંચનામા-૨, સોનૂ કી ટીટૂ કી સ્વીટીમાં તેના રોમાન્ટીક રોલ હતાં. છલાંગમાં તેનો રોલ થોડો અલગ હતો અને ઇમેજ બદલી હતી. હવે તે નિર્દેશક ઓમંગ કુમારની રાજ શાંડિલ્ય નિર્મિત ફિલ્મ 'જન હિત મેં જારી' કરી રહી છે. આ ફિલ્મમાં તે અત્યાર સુધી કદી જોવા ન મળી હોય તેવી છોકરીનો રોલ નિભાવી રહી છે. ગ્લેમર સિવાયનું કામ પણ તે કરી શકે છે. તેવું આ રોલથી સાબિત થશે. નાના શહેરની છોકરી નોકરીની શોધમાં હોય છે અને તેને કોન્ડોમ બનાવતી કંપનીમાં સેલ્સ એન્ડ પ્રમોશન એકઝીકયુટિવની નોકરી મળે છે.  તેને મેડિકલ સ્ટોરથી માંડી બીજી અનેક જગ્યાએ કોન્ડોમ વેંચવા જવું પડે છે ત્યારે કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેની કહાની જોવા મળશે. નુસરતને આ કહાની ડ્રીમગર્લના શુટીંગ વખતે સંભળાવાઇ હતી અને તેણે ત્યારે જ આ રોલ પોતે કરશે તેવું રાજને કહ્યું હતું. ફિલ્મનું શુટીંગ ઓગષ્ટમાં શરૂ થઇ જશે. નુસરત હોરર ફિલ્મ છોરી અને હુડદંગ નામની ફિલ્મ પણ કરી રહી છે.

(10:09 am IST)