Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ખુબ મહત્વના રોલમાં કાર્તિક

કાર્તિક આર્યન બોલીવૂડનો એવો સ્ટાર છે જેણે ખુબ ઓછા સમયમાં દર્શકો વચ્ચે મોટુ સ્થાન બનાવ્યું છે. તે સતત નવી ફિલ્મો કરી રહ્યો છે. હવે તે હંસલ મહેતાના નિર્દેશનમાં બનનારી સાજીદ નડિયાદવાલાની ફિલ્મ કરશે. આ એક કોમર્શિયલ ફિલ્મ છે. જેમાં કાર્તિક એરફોર્સ પાઇલોટના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં એક રાષ્ટ્રવાદી દ્રષ્ટીકોણ જોવા મળશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારીત હશે. કાર્તિક ફિલ્મમાં ભારતીય વાયુસેનાના અધિકારીનો રોલ નિભાવે તેવી શકયતા છે. કાર્તિકને બચાવ અભિયાન ટીમના મુખ્ય પાયલોટનો રોલ અપાયો છે. તે ફિલ્મમાંરેસ્કયુ ઓપરેશનની આગેવાની લેતો જોવા મળશે. આર્યન પહેલા અજય દેવગણ ભુજ અને કંગના રનોૈત તેજસમાં ઇન્ડિયન એરફોર્સ પાયલોટની ભુમિકા નિભાવી ચુકયા છે. જ્હાન્વી કપૂર પણ વાયુ સેનાના પાયલોટના રોલમાં જોવા મળી હતી. કાર્તિકની હોરર કોમેડી ભૂલભૂલૈયા-૨, ધમાકા અને લુકાછુપી-૨ આવી રહી છે. આ ઉપરાંત તે સંજય લીલા ભણસાલીની હીરામંડી પણ તે કરી રહ્યો છે.

(10:09 am IST)