Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

એ માટે હું તૈયાર નહોતીઃ પ્રાચી

ટીવી પરદાની સફળ કારકિર્દી પછી પ્રાચી દેસાઇ ફિલ્મી પરદે પહોંચી હતી. બોલીવૂડમાં તેણે સારી શરૂઆત કરી હતી. પરંતુ અહિ તેને જોઇએ એવી સફળતા મળી નથી. પ્રાચીએ ચોંકાવનારી વાત કરી હતી કે બોલીવૂડમાં નિર્માતા-નિર્દેશકોએ કદી મારા કામને સન્માન નહોતું આપ્યું. તેઓ હમેંશા મને મારા લૂકસ પર ધ્યાન આપવા અને મોટા પરદા પર હોટ દેખાવા કહેતા હતાં. મોટા ભાગના નિર્દેશક મને દેખાવ પર ધ્યાન આપવા કહેતાં હતાં. પરંતુ મારે કદી સેકસીએસ્ટ ફિલ્મો કરવી નહોતી એટલે હું એ ઓફર ઠુકરાવી દેતી હતી. એ પછી મને સારી ઓફર આવતી બંધ થઇ ગઇ હતી. ઇન્ડસ્ટ્રીમાં મારી એવી ઇમેજ ઉભી કરી દેવામાં આવી હતી કે બધાને એમ લાગતું હતું કે મને વધુ ફિલ્મો કરવામાં રસ નથી. અમુક નિર્દેશક તો મને સ્ક્રિપ્ટ વાંચ્યા વગર ફિલ્મ સાઇન કરી લેવા કહેતાં હતાં. એ માટે હું જરાય તૈયાર નહોતી. આ કારણે મારા હાથમાંથી અનેક ફિલ્મો જતી રહી હતી. એકતાના શો કસમ સેથી કારકિર્દી શરૂ કરનાર પ્રાચી તાજેતરમાં મનોજ બાજપાઇ સાથે સસ્પેન્સ થ્રિલરમાં જોવા મળી હતી.

(10:09 am IST)