Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રિતેશ-ફરહાને કર્યુ લોકડાઉનમાં બે ફિલ્મોનું શુટીંગ

લોકડાઉનમાં મળી રહેલી છુટછાટોનો ટીવી શો અને ફિલ્મો તથા વેબસિરીઝના નિર્માતા લાભ ઉઠાવી રહ્યા છે. રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તરની એકસેલ એન્ટરટેઇનમેન્ટ કંપનીએ તેની બે નવી ફિલ્મો હેલ્લો ચાર્લી અને ડોંગરી ટુ દુબઇના શુટીંગ શરૂ કરી દીધા છે. આ પ્રોડકશન હાઉસ દ્વારા હેલ્લો ચાર્લીના એક ગીતનું શુટીંગ પુરૂ કરી લેવાયું છે. આ ઉપરાંત ડોંગરી ટુ દુબઇનું શુટીંગ પણ શરૂ કરાયું છે. નિર્માતાઓએ સરકારની માર્ગદર્શિકાને ધ્યાને રાખી તે મુજબના તમામ નિયમોનું પાલન કરીને શુટીંગ કર્યુ છે. કલાકારો તથા ક્રુ મેમ્બર્સની સંપુર્ણ સુરક્ષા જળવાઇ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમો પાળવામાં આવ્યા છે. હેલ્લો ચાર્લી અને ડોંગરી ટુ દુબઇના શુટીંગને બે ભાગમાં વહેંચીને કામ કરવામાં આવ્યું હતું. સેટ પર આવનાર તમામના ઓકિસજન સ્તરની તપાસ, તાપમાનની તપાસ, માસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ, ફેસ શિલ્ડ, પીપીઇ કીટ સહિતની જોગવાઇ કરવામાં આવી હતી. આ ટીમોએ સલામત રીતે શુટીંગ કઇ રીતે થઇ શકે તે દેખાડ્યું હતું. હેલ્લો ચાર્લીમાં જૈકી શ્રોફ અને ડોંગરી ટુ દુબઇમાં અમાયરા દસ્તુર ખાસ રોલમાં છે.

(9:47 am IST)