Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સોંઢલીયા ચોકડી પાસે કપાસ ન વેચવાની અદાવત રાખી હોકી વડે હુમલો કરી મારી નાંખવાની ધમકી: 3 સામે ફરિયાદ

(ભરત શાહ દ્વાર) રાજપીપળા : નાંદોદ તાલુકાના શહેરાવ સોઢલિયા પાસે કપાસ ન વેવહનાર ખેડૂત ને હોકી સ્ટીક મારી ઇજા કરી જાન થી મારી નાંખવાની ધમકી આપનાર ત્રણ વિરુદ્ધ રાજપીપળા પો.સ્ટે.માં ગુનો નોંધાયો છે.
 પ્રાપ્ત માહિતી મુજબ જેન્તીભાઇ બબુભાઇ બારીયા(રહે.શહેરાવ )ની ફરિયાદ અનુસાર તેમણે ચાલુ વર્ષે કપાસના ઉત્પાદનનું ઓછા ભાવના કારણે ગોવિંદભાઇ ભયજીભાઇ બારીયા, લાલાભાઈ ગોવિંદભાઇ બારીયા બન્ને રહે , સોંઢલીયા તા.નાંદોદ તથા જેન્તીભાઇ બલાભાઇ બારીયા રહે,રામપુરી ફળિયુ શહેરાવ ને વેંચાણ કરેલ નહીં જેની અદાવત રાખી જેન્તીભાઈ ખેતરેથી પોતાની મો.સા.લઇને પરત ઘરે જતા હતા તે વખતે ત્રણેય સોંઢલીયા ચોકડી પાસે ઝાડ પાછળ છુપાઇને ઉભા હતા . જેથી જેન્તીભાઈ ત્યાંથી પસાર થતા ગોવિંદ બારીયા એ  આજે એકલો જ છે એને પતાવી દઇએ તેમ કહી હોકી સ્ટીક વડે એક સપાટો મારતા ઇજા થઇ હતી ત્યારબાદ મો.સા.ને પણ નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા પોલીસે ત્રણેય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:01 pm IST)