Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સેલંબા પાસેથી ફોરવ્હીલ ગાડીમાં સંતાડેલ રૂ.84,000ના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડતી LCB,નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા ઇન્ચા.પોલીસ અધિક્ષક રાજેશ પરમારએ જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા અસરકારક કામગીરી કરવાની સુચના આપતા  એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાના સુપરવિઝન હેઠળ સ્ટાફને બાતમી મળેલ કે એક સ્વીફ્ટ ડીઝાયર ગાડી નં.જી.જે.૧૬- એજે -૧૪૪૧ ની ફોર વ્હીલ ગાડીમાં વિદેશી દારૂ ભરીને સેલંબા તરફ પસાર થવાની છે,જે બાતમીના આધારે એલ.સી.બી. ટીમના પોલીસ માણસો સેલંબા ખાતે નાકાબંધી કરી વોચમાં હતા દરમ્યાન આ ગાડી આવતા તેને રોકી ગાડીમાં બેસેલ રતિલાલ રાણાજીભાઇ વલવી રહે. નવાગામ ( જાવલી ) તા.સાગબારા જી.નર્મદાની પુછપરછ કરતા સંતોષકારક જવાબ નહી મળતા સ્વીફ્ટ ડીઝાયર ગાડીની ઝડતી તપાસ કરતા ગાડીમાંથી હોલ નંગ -૧૨૦ તથા હાફ હોલ નંગ -૯૬ કુલ કિ.રૂ. ૮૪,૦૦૦ તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ .૫૦૦૦  તથા સ્વીફ્ટ ડીઝાયર ગાડી -૧ કિ.રૂ. ૨,૫૦,૦૦૦ મળી કુલ્લે કિ.રૂ. ૩,૩૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે એકને અટક કરી મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો સચિન બીયરબાર અક્કલકુવાના માલીક શીવાજી પાટીલ રહે . અક્કલકુવા, જી. નંદુરબારના પાસેથી મેળવેલ હોય જેને વોન્ટેડ જાહેર કરી સાગબારા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(11:07 pm IST)