Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

નર્મદા જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે પણ શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ હોય માટે તકેદારી જરૂરી

ડી ઈ ઓ કહે છે જે શાળામાં કોરોના પોઝિટિવ આવે તે શાળા બંધ રાખવા સૂચના આપી છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓ ની સંખ્યા વધી રહી છે તો બીજી બાજુ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ રાખવામાં આવી છે જેથી વાલીઓમાં કચવાટ ફેલાયો છે તાજેતર માં રાજપીપળા ની કન્યા વિનય મંદીર શાળાના બે શિક્ષકો પોઝિટિવ આવ્યા હતા જયારે એક અહેવાલ મુજબ અલમાવાડી શાળા તેમજ જીએસએલ શાળામાં પણ એક બે કર્મચારી પોઝિટિવ નોંધાયા હતા તો રાજપીપળા વિઝડમ ગ્રુપમાં કેટલાક વિદ્યાર્થીઓને પ્રારંભિક લક્ષણો જણાતા ત્યાં ઓફલાઈન  શિક્ષણ બંધ કરી ઓનલાઇન ચાલુ રખાયું હોય જે જોખમી જણાઈ છે ત્યારે આ મામલે ડી ઈ ઓ નર્મદાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું  કે જે શાળામાં પોઝિટિવ કેસ નોંધાય તે શાળા બંધ કરવા સૂચના આપીજ છે આ સંજોગોમાં શાળા એ જતા બાળકોનું અરોગ્ય જોખમાય નહિ તેની તકેદારી રાખવી જરૂરી છે.

(11:08 pm IST)