Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ગુજરાત ભાજપના ઝોન વાઇઝ પ્રદેશ મહામંત્રીઓ અને વિવિધ મોરચાના પ્રદેશ પ્રમુખોની જાહેરાત

રાજકોટના ઉદય કાનગડ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ બન્યાઃ પ્રશાંત કોરાટની યુવા મોરચાના પ્રમુખપદે વરણી

રાજકોટ, તા., ૨: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા આજે વિવિધ ઝોનના પ્રદેશ મહામંત્રીઓ અને જુદા-જુદા મોરચાના પ્રદેશ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં દક્ષિણ ઝોન, કર્ણાવતી મહાનગર અને પ્રદેશ કાર્યાલયમાં પ્રદેશ મહામંત્રી તરીકે પ્રદીપસિંહ વાઘેલા, મધ્ય ઝોનમાં ભાર્ગવભાઇ  ભટ્ટ, કચ્છ અને ઉતર ઝોનમાં રજનીભાઇ પટેલ અને સૌરાષ્ટ્ર ઝોનમાં વિનોદભાઇ ચાવડાના નામની જાહેરાત કરાઇ છે.

જયારે વિવિધ પ્રદેશ મોરચાના પ્રમુખોની  જાહેરાત પણ કરાઇ છે. જેમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે પ્રશાંતભાઇ કોરાટ (રાજકોટ જીલ્લો) મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે પ્રો.ડો.દિપીકાબેન સચીન સરડવા (અમદાવાદ) અનુસુચીત જાતી મોરચોના ડો. પ્રદ્યુમનભાઇ વાંજા (અમદાવાદ) અનુસુચીત જનજાતી મોરચોના હર્ષદભાઇ વસાવા (નર્મદા), કિસાન મોરચામાં હિતેશભાઇ પટેલ (સાબરકાંઠા), બક્ષીપંચ મોરચામાં ઉદયભાઇ કાનગડ (રાજકોટ શહેર) અને લઘુમતી મોરચામાં પ્રદેશ પ્રમુખ તરીકે ડો.મોહસીનભાઇ લોખંડવાલા (સુરત) શહેરના નામની જાહેરાત કરવામાં આવી છે.

(4:13 pm IST)