Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

જેલ સુપ્રિ.આઇપીએસ રોહન આનંદનો RTPCR નેગેટિવ,પરંતુ પૂર્વ જેલ સુપ્રિ.આઇપીએસ ડો. નાયકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

૧૫ હજાર કેદીઓને કોરોના મહામારીથી બચાવવાના અભિયાનમાં જાગેલી નિરાશા દૂર, ફરી બેવડાજોશભેર અભિયાન શરૂ : કભી ખુશી,કભી ગમ જેવી સ્થિતિ, પોલીસ ફોજનું મનોબળ વધારવા અમદાવાદ સીપી સંજય શ્રીવાસ્તવ સક્રિય

રાજકોટ. તા.૨, ગુજરાતની વિવિધ જેલમાં રહેલા ૧૫ હજારથી વધુ કેદીઓને મહામારી સંક્રમણથી બચાવવા માટે એડી.ડીજીપી લેવલના ગુજરાતના જેલ વડા દ્વારા મુખ્ય સેનાપતિની ભૂમિકા ભજવી ચલાવાય રહેલ જોરદાર અભિયાન દરમ્યાન સાબરમતી જેલના જેલ સુપ્રિ.રોહન આનંદનો પ્રથમ રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ RTPCR ટેસ્ટ કુદરતની દયાથી નેગેટિવ આવતા જેલ તંત્ર તથા રોહન આનંદના વિશાળ શુભેચ્છકો મા હર્ષની લાગણી પ્રસરી જવા સાથે કેદીઓને ઉગારવાના અભિયાનને બળ મળ્યું છે.               

 ઉકત બાબતે આઇપીએસ રોહન આનંદ દ્વારા તથા ગુજરાતના જેલ વડા ફુશ્વ. કે. એલ. એન.રાવ દ્વારા સમર્થન સાંપડ્યું છે, દરમ્યાન કમનશીબે રોહન આનંદ અગાઉ જેવો જેલ સુપ્રિ.રહી ચૂક્યા હતા તેવા આઇપીએસ ડો.  નાયકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાના અહેવાલો છે, અમદાવાદમાં વેકિસન કામગીરી પુર જોશમાં ચાલે તેવા વડા પ્રધાન કાર્યાલયના આદેશ અનુસાર મુખ્ય મંત્રીના મુખ્ય સેક્રેટરી કૈલાશનાથન તથા અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ દ્વારા વિવિધ બૂથની મુલાકાત લેવામાં આવી હતી, સીપી સંજય શ્રી વાસ્તવ નો બીજો હેતુ ફિલ્ડમા રહેલ પોલીસ ફોજનો મનોબળ વધારવાનો પણ હતો.                                                

અત્રે યાદ રહે કે સાબરમતી જેલ સુપ્રિ.તરીકે રોહન આનંદ ફરજ બજાવે છે, સાબરમતિ જેલ એક નાના ગામ જેવી છે,પ્રથમ લહેર સમયે પણ નાયબ જેલ અઘિક્ષક દિગ્વિજયસિંહ રાણા સહિત ૯ અધિકારીઓ તથા ૧૧૨ જેટલો જેલ સ્ટાફ સંક્રમિત થયેલ,આમ છતાં કોઈ ગભરાટ વગર નાનામાં નાના સ્ટાફ દ્વારા અસરકારક કામગીરી બજાવી હતી,.                                        

 હાલમાં જેલ સ્ટાફ દ્વારા જાતે વેકિસન લેવા સાથે કેદીઓને વેકિસન આપવાની કામગીરી રાજ્ય ભરમાં જોશભેર ચાલે છે,તેમ ડો. કે.એલ.એન.રાવ જણાવે છે.

(4:11 pm IST)