Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

વડોદરામાં નર્મદા ભુવન કલ્યાણ નજીક ભુવનમાં છેતરપિંડી આચરનાર ત્રણ મહિલા એજન્ટની ધરપકડ

વડોદરા:મામલતદારે પોલીસને લેખિતમાં રિપોર્ટ આપ્યો હતો કે નર્મદા ભુવન કલ્યાણ ખાતે ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, આવકના દાખલા વગેરે કામ માટે આવતા અરજદારોને બિન અધિકૃત એજન્ટ દ્વારા છેતરવામાં આવી રહ્યા છે. જેથી રાવપુરા પોલીસ મથકના પી.એસ.આઇએ યુવાન તથા તેમના સ્ટાફે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા ત્રણ મહિલા એજન્ટ મળી આવી હતી. 

પોલીસે ભારતીબેન લખનભાઈ ખટવાણી, લવીના દીપકભાઈ ચેનાની તથા કલ્પેશ કલ્પનાબેન ધીરજભાઈ મિસ્ત્રી અને અનઅધિકૃત પ્રવૃત્તિ કરતા ઝડપી પાડી હતી. પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:35 pm IST)