Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

મોડાસા તાલુકાના સીતપુર ગામે ફોટો પાડવાની બાબતે ના કહેતા ઉશ્કેરાયેલ શખ્સે અન્ય ચાર શખ્સો પર લાકડીથી હુમલો કરતા પોલીસ ફિરયાદ

મોડાસા:તાલુકાના સીતપુર ગામે ફોટા પાડવાની બાબતે ઝઘડો થયો હતો.જેમાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડીઓ લઈ હુમલો કરી દીધો હતો. જેમાં ચાર વ્યક્તિઓને માથામાં અને શરીરના ભાગે લાકડીઓ વાગતાં ઈજાઓ પહોંચી હતી,જેથી સારવાર અર્થે ખસેડાયા હતા.આમ ફોટા પાડવાની બાબતે  ઝઘડો થતાં ધીંગાણું સર્જાયું હતું.આ અંગે મોડાસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ કરાઈ હતી. પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મોડાસાના સીતપુર ગામના દશરથસિંહ નટવરસિંહ ચૌહાણે  નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓએ અરવિંદસિંહ ચૌહાણને કહેલ કે તમે મારા પિતા સરકારી ગાડી ઘરે લઈને આવેલા હતા તેના ફોટા પાડી કેમ શેર કર્યા છે. તેમ કહેતા અરવિંદસિંહ ઉશ્કેરાઈ ગયો હતો ને ગાળો બોલી લાકડી લઈ હુમલો કર્યો હતો.જેમાં સોવનબેનમહેશકુમાર,શ્રવણકુમાર તથા વિક્રમસિંહ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.આમ ત્રણ જણા ભેગા મળી હુમલો કર્યો હતો.અને ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ હતી. આમ ફોટા પાડવાની બાબતે પુછતાં ઝઘડો કરી માથામાં લાકડીઓ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં ઈજા થયેલ ચાર ઈસમોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગે દશરથસિંહ નટવરસિંહ ચૌહાણે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી અરવિંદસિંહ રાંણસિંહ ચૌહાણજયેશસિંહ અરવિંદસિંહ ચૌહાણ અને મનુસિંહ માલસિંહ ચૌહાણ (ત્રણેય રહે. સીતપુર (ઓરડા)તા.મોડાસા) નાઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ શખ્શો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:39 pm IST)