Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

રવિવારે મહેસાણાના મહંતની જીવંત સમાધિ લેવાની જાહેરાત :કાર્યક્રમની પત્રિકાઓ છપાવી

પત્રિકામાં 3 અને 4 એપ્રિલના રોજ અલગ-અલગ કાર્યક્રમનો ઉલ્લેખ

મહેસાણાના છઠીયારડા ગામના મહંતે 4 એપ્રિલે જીવંત સમાધિ લેવાની જાહેરાત કરી છે. છઠીયારડાના મહંતની સમાધિ કાર્યક્રમની પત્રિકાઓ પણ છાપવામાં આવી છે. પત્રિકામાં 3 અને 4 એપ્રિલના રોજ અલગ-અલગ કાર્યક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

છઠીયારડાના કબીર આશ્રમના મહંતે સમાધિ લેવાની જાહેરાત કરી છે તે અમદાવાદના જૂના વાડજ સ્થિત રામાપીરના ટેકરામાં રહેતા હતા. રાજુ પરમાર, રાજુ કરાટે જેવા નામથી તેમના મિત્રો અને પાડોશીઓ તેમને ઓળખતા હતા. આજે તે જગ્યાએ તેમનું ઘર નથી. રાજુ પરમાર એટલે કે સમાધિ લેવાની જાહેરાત કરનારા મહંત અગાઉ મહાનગરપાલિકાની ચૂંટણી લડી ચુક્યા છે. જોકે, તે હારી ગયા હતા. તે બાદ છેલ્લા કેટલાક વર્ષથી આશ્રમમાં જતા રહ્યા હતા. મહંતની સમાધિની જાહેરાતના બોર્ડ વાડજ વિસ્તારમાં પણ લાગેલા છે.

મહંતે સમાધિની જાહેરાત 2018માં અમદાવાદમાં વાડજ ખાતેના એક કાર્યક્રમમાં તેમણે કરી હતી. મહંતનો જન્મ 4-4-1971માં થયો હતો અને તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી કે તેમની સમાધિની તારીખ 4-4-2021 હશે. 4 તારીખે રાત્રે 10થી 11 કલાકે તેમની સમાધિ થશે

મહંતના અનુયાયીઓ દ્વારા પણ આ સમાધિની વાતની પૃષ્ટી કરવામાં આવી છે. જોકે, તે કઇ જગ્યાએ સમાધિ લેશે તે તેમણે ભગવાન પર છોડ્યુ છે. સમાધિને લઇને આગામી 3 અને 4 એપ્રિલે કબીર આશ્રમ ખાતે અલગ અલગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યુ છે

(7:35 pm IST)