Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ માટે સમયગાળો ફરીથી 10 મિનિટ કરાયો :મિનિમમ 5 મિનિટનો નિર્ણંય બદલ્યો

અમદાવાદ : 1લી એપ્રિલથી અદાણી સંચાલિત અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જના ભાવમાં વધારો લાગૂ થઈ ગયો છે, જેમાં અદાણી જૂથે એરપોર્ટ પર પાર્કિંગનો સમયગાળો મિનિમમ 10 મિનિટનો બદલે 5મિનિટ કર્યો હતો તેમાં હવે ફરીથી પાર્કિંગ માટેનો સમયગાળો 10 મિનિટ કરી દેવાયો છે જે આગાઉ મિનિમમ 5 મિનિટ કરાયો હતો 

  અમદાવાદ એરપોર્ડ પર હવે પહેલા અડધો કલાક કાર પાર્કનો ચાર્જ રૂપિયા 80થી વધારીને 90 રૂપિયા કર્યો છે. અગાઉ 2 કલાક કાર પાર્ક કરવાનો ચાર્જ રૂપિયા 80 વસૂલવામાં આવતો હતો, ત્યારે હવે 30 મિનિટ માટે જનતાએ 90 રૂપિયા ચૂકવવા પડશે.

 

(8:53 pm IST)