Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ઝાંપા ગામ પાસે ફોરવ્હીલ ગાડીમાથી રૂ.૩૦,૪૦૦ ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડતી નર્મદા એલ.સી.બી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લામાંથી દારૂના દુષણ ને ડામવા અસરકારક કામગીરી કરવા માટે સુચનાનાં પગલે એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદા,ના સુપરવિઝન હેઠળ મારૂતી અલ્ટો ગાડી નં.જી.જે-૧૬ - એપી ૦૭૬૭ ફોરવ્હીલ ગાડીમાં વિદેશી દારૂ ભરીને ડેડીયાપાડાથી મોવી તરફ પસાર થવાની બાતમી મળતા જે બાતમી ના આધારે એલ.સી. બી. ટીમે ઝાંપા ગામ પાસે કાળીયાભુતના મંદિર નજીક નાકાબંધી કરી વોચમાં હતા દરમ્યાન આ ગાડી આવતા તેને રોકી ગાડીમાં બેઠેલા યોગેશ રામજીભાઇ વસાવા રહે.ઘાંટોલી તા.ડેડીયાપાડા ની પુછપરછ કરતા યોગ્ય જવાબ નહીં મળતા ગાડી ની તપાસ કરતા ગાડીમાંથી પ્લાસ્ટીકના કવાટરીયા નંગ ૨૪૦ તથા બીયર નંગ -૬૪ મળી કુલ કિ.રૂ.૩૦,૪૦૦ /- તથા મારૂતી અલ્ટો ગાડી -૧ કિ.રૂ. ૧,૫૦,૦૦૦ / મળી કુલ રૂ.૧,૮૦,૪૦૦ / - ના મુદ્દામાલ સાથે યોગેશ વસાવની અટક કરી ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(12:57 am IST)